રાજકોટ. રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરમાં 12 વર્ષીય વિદ્યાર્થીનીની છેડતી કરવા બદલ શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. વિદ્યાર્થીનીના પિતાની અરજી પર 45 વર્ષીય શિક્ષક હરેષ કાપુપારાની ધરપકડ કરવામાં આવી છે. પોલિસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, પીડિત વિદ્યાર્થીની જ્યારે આ શિક્ષકના ઘરે ટ્યુશન માટે જતી હતી ત્યારે આ શિક્ષકે તેની છેડતી કરી હતી.
પાટણ પીટીસી કોલેજના વિદ્યાર્થીનીઓ સાથે અવ્યવહાર કરવાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ઉપલેટામાં વિદ્યાર્થીનીના કપડા કાઢી તેમની સાથે શિક્ષકે અડપલા કરતા શિક્ષક-વિદ્યાર્થીઓનો સંબંધ ચર્ચાને ચગડોળે ચડીયો છે. આ બનાવની વિગત એવી છે કે, અહીંની જવાહર સોસાયટીમાં રહેતા ભારતીબેન ધિરજલાલ ભગવાજીભાઈ સાવલીયાની પુત્રી પ્રિયલ ઉ.વ.12 ધો. 7મા વલ્લભ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. જયારે જાહેર રજા હોવા છતા આ વિદ્યાર્થીની ધો.7ના ટયુશન માટે જીરાપા પ્લોટ, મંડપ રોડ, દુધસાગર ડેરી પાસે રહેતા હરેશ કપુપરાના ઘરે બપોરના 1-30 થી 2 દરમ્યાન ટયુશન માટે ગયેલી હતી.
ટયુશન કરતા કરતા શિક્ષક હરેશ કપુપરાએ દાનત બગડતા ધો.7ની 12 વર્ષની વિદ્યાર્થીની પ્રિયલને કપડા કઢાવી અડપલા કર્યા હતા. આ બનાવની જાણ પ્રિયલે તેના મમ્મી ભારતીબેનને કરતા તેઓએ ઉપલેટા પોલીસમાં વલ્લભ વિદ્યાલયના શિક્ષક કપુપરા સામે પોતાની પુત્રીના કપડા કાઢી તેમની છેડછાડ કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદ નોંધીને આજે શિક્ષકની ધરપકડ કરી છે.
વલ્લભ વિદ્યાલય ઉપલેટા શહેરની ખુબજ જુની અને જાણીતી શિક્ષણ સંસ્થા હોય, આ સંસ્થાનો શિક્ષક દ્વારા આવુ અધમ કૃત્ય કરાતા શહેરમાં ચર્ચાનો વિષય બનેલ છે.
|