મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ગુજરાતભરમાં ઊનાળાની કાળઝાળ ગરમી
48 કલાકમાં ગરમીનો પારો વધશે - હવામાન ખાતાના સૂત્રો

અમદાવાદ. ગુજરાતભરમાં કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. રાજ્‍યમાં સૌથી વધુ ગરમી વડોદરા ખાતે 40.2 ડિગ્રી નોંધાઈ હતી. જ્‍યારે અમદાવાદ અને રાજકોટ શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રમી રહ્યો છે. અસહ્ય ગરમીનેકારણે નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે ગુજરાતમાં હજુ આગામી 48 કલાક દરમ્‍યાન ગરમીના પ્રમાણમાં આંશિક વધારો થવાની સંભાવના છે.

આ અંગે મળતી પ્રાપ્ત વિગત મુજબ રાજ્‍યભરમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ બાદ ધીમે ધીમે ગરમીનો પારો ઉંચે ચઢી રહ્યો છે. ત્‍યારે આજે વડોદરા શહેરમાં મહત્તમ 40.2 ડિગ્રી તાપમાન નોંધાતા નાગરિકોએ અસહ્ય ગરમીનો અનુભવ કર્યો હતો. તેમાંય બપોરના સુમારે ગરમ પવન અને આકાશમાંથી વરસતી અગનગોળા જેવી ગરમીથી લોકો તોબા પોકારી ગયા છે.

ખાસ કરીને મધ્‍ય ગુજરાતમાં કાળઝાળ ગરમીએ હાહાકાર મચાવ્‍યો છે. ગરમીને કારણે આઈસ્‍ક્રીમ, બરફ, જ્‍યુસ, સરબત, કોલ્‍ડ્રીંગ્‍સ અને ઠંડાપીણાની માગમાં ઉછાળો આવ્‍યો છે. બપોરના સુમારે નાગરિકોએ પંખાનો સહારો લેવાની ફરજ પડી છે. કાળઝાળ ગરમીને પરિણામે બપોરના અરસામાં શહેરના રાજમાર્ગો પર ચહલપહલ ઓછી જણાય છે પ્રાણી સંગ્રહાલયોમાં પણ ગરમીથી રક્ષણ મળી રહે તે માટે પશુપક્ષીઓ માટે પણ અલાયદી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. લોકો સવારે દશ વાગ્‍યાથી અસહ્ય ગરમી અનુભવી રહ્યા છે.

હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં સૌથી વધુ ગરમી વડોદરા ખાતે 40.2 ડિગ્રી નોંધાઈ હતી. ત્‍યારબાદ અમદાવાદમાં 39 ડિગ્રી ગરમીનો પારો રહ્યો હતો જેને કારણે શહેરીજનોએ અસહ્ય ગરમી અનુભવી હતી રાજ્‍યના અન્‍ય શહેરો પૈકી, રાજકોટ 38.6, ભૂજ 37.7, ભાવનગર 37.2, ડિસા 36.6, પોરબંદર 33.6, વેરાવળ 30.8, નલિયા 30.6, ઓખા 28.7 અને દ્વારકા 27.8 ડિગ્રી સેલ્‍સિયસ તાપમાન નોંધાયું હતું.

હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 48 કલાક દરમ્‍યાન હવામાન સૂકુ રહેવા સાથે ગરમીના પ્રમાણમાં આંશિક વધારાની વકી છે. રાજ્‍યમાં ગરમી વધીને 41 ડિગ્રી આસપાસ નોંધાવવાની સંભાવના હવામાન ખાતાના નિષ્‍ણાંતો વ્‍યકત કરી રહ્યા છે.
ઘણું બધુ
લખપતિઓનું ગામ બનશે કટ્ટીપાર?
ફૂલોના બજારમાં આગ ભડકી ઉઠી
ટ્યૂલિપ ગાર્ડન હવે પડદા પર
કેસર કેરી માર્કેટમાં એક મહિનો મોડી પડશે
ન્યાયમૂર્તિ મેહતા નાણાવટી પંચનાં સભ્ય
ભોપાલ ગેસકાંડ જેવી ત્રાસદી ગુજરાતમાં ટળી