મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અમદાવાદમાં માતા સાથે 3 પૂત્રોનો આપઘાત

અમદાવાદ. રામનવમીના પવિત્ર દિવસે અમદાવાદ શહેરમાં આર્થિક સંકડામણથી કંટાળી જઇને શાહિબાગ વિસ્તારમાં રહેતા એક ગરીબ પરિવારની મહિલાએ તેના ત્રણ માસુમ બાળકો સાથે આપઘાત કરી લેતા સમગ્ર શહેરમાં કરૂણંતા ફેલાઇ છે.

પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ શાહીબાગ પોલીસ મથકની હદમાં આવતી મહાસુખલાલની ચાલીમાં રહેતા ગોવિંદજી ઉકાજી વણઝારા તેના પત્નિ અમીબેન(ઉ.વ.35) અને તેના ત્રણ બાળકો મુકેશ(5), જ્યંતિ (4), તથા રણજીત(3) સાથે રહેતા હતા.

આજે વહેલી સવારે ઘર કંકાશ અને આર્થિક મુશ્કેલીના કારણસર અમીબેન તેના ત્રણ બાળકોને લઇને અસારવા તળાવમાં કુદી પડ્યા હતાં. જ્યાં પાણીમાં ડૂબી જવાથી ચારેયના કરૂણ મોત નિપજ્યાં હતાં. પોલીસે આપઘાતનો ગુનો નોંધી ચારેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે અને અમીબેનના પતિ ગોવિંદજીની તપાસ હાથ ધરી છે.
ઘણું બધુ
અમરેલીમાં 1 મેથી નર્મદાનુ પાણી
1લી મેંએ અમરેલીમાં ભવ્ય સમારોહ-સરકાર
આજે મોદીના પુસ્તક જ્યોતિપૂંજનું વિમોચન
ગુજરાતભરમાં ઊનાળાની કાળઝાળ ગરમી
લખપતિઓનું ગામ બનશે કટ્ટીપાર?
ફૂલોના બજારમાં આગ ભડકી ઉઠી