ભારતીય જનતા પક્ષનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી બાદ હવે ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સંઘમાં વિતાવેલા પોતાનાં જીવનનાં સંબંધમાં એક પુસ્તક લખ્યું છે.
આ પુસ્તકનું નામ જ્યોતિપુંજ છે. પુસ્તકમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનાં 16 નેતાઓનાં જીવન વિશે લખવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદીએ તે નેતાઓનાં જીવન વિશે લખ્યું છે. નરેન્દ્ર મોદી આ નેતાઓ પાસેથી શું શિખ્યા તેનાં વિશે આ પુસ્તકનાં માધ્યમથી તેમણે લોકોને જણાવ્યું છે.
પુસ્તકનું પ્રકાશન રાજકોટનાં એક પ્રકાશકે કર્યું છે. આ પુસ્તકનું વિમોચન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં એક વરિષ્ઠ નેતા મોહન ભાગવતે અમદાવાદમાં એક સમારંભમાં કર્યું હતું.
આ પ્રસંગે મોદીએ કહ્યું હતું કે, 'હું એક લેખક નથી પરંતુ આ મારા અનુભવ છે. મેં તે લોકો પાસેથી ઘણું શિખ્યું છે. તેમણે મારા જીવનને સ્પર્શ કર્યો અને હું તેમની પરંપરાઓનો ભાગ બનવા માટે તેમનો આભારી છું.'
|