મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બાબરામાં ટેન્‍કર-બસ અકસ્માતમાં 7નાં મોત

અમરેલી. અમરેલી જીલ્લાના બાબરા શહેરમાં ગઇકાલ સોમવાર બપોરે ભાવનગરથી રાજકોટ તઈ રહેલી મીની બસ અને ઓઈલ ટેન્‍કર વચ્‍ચે ગોઝારો અકસ્‍માત થતા સાત વ્‍યકિતઓના ઘટનાસ્‍થળે જ મોત થયા હતાં. જયારે અન્ય સાત વ્‍યકિતઓને ઈજા પહોંચી હતી. જે પૈકી બેની હાલત અતિ ગંભીર જણાઇ રહી છે. શહેરમાં જ અકસ્માત થયો હોવાથી સેવાભાવી લોકો તુરંત દોડી આવ્‍યા હતા અને ઘાયલોને દવાખાને ખસેડયા હતા. મૃતકોમાં ત્રણ પુરૂષ ત્રણ સ્ત્રી અને એક કિશોરનો સમાવેશ થાય છે. જે પૈકી પાંચની ઓળખ મળી છે. જયારે બેની ઓળખ મળવાની બાકી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ટેન્‍કરનો સ્‍ટીયરીંગ રોડ તૂટી જતા તે બેકાબુ બની બસ પર ધસી જતા આ અકસ્‍માત થયાનું કહેવાય છે, જીલ્લા પોલીસવડા ડીવાયએસપી ડેપ્‍યુટી કલેકટર સહિતના અધિકારીઓ ઘટના સ્‍થળે દોડી ગયા હતા. આ હિચકારા અકસ્‍માતને પગલે બાબરા પંથકમાં ઘેરા શોકની લાગણી ફરી વળી હતી.

બાબરાના ચાવડ રોડ પર જીઆઈડીસી પાસે દિ‌લાવર ઓટો ઈન્‍ડસ્‍ટ્રીઝ સામે આ ઘટના બની હતી. મીની બસ નંબર જીજે 3 વાય 733નો ચાલક પોતાની ગાડી લઈ પેસેન્‍જરો બેસાડી ભાવનગરથી રાજકોટ જવા નીકળ્યો હતો આ મીની બસ બાબરાના આવતા હરીયાણા પાર્સીંગના ટેન્‍કર નંબર એચઆર 46 એ 9953 સાથે ધડાકાભેર ટકકર થઈ હતી બન્ને વાહનો એટલા પુરપાટ ઝડપી હતા કે મીની બસ અડધી ચીરાઈ ગઈ હતી.

પોલીસ તપાસ મુજબ મૃતકોમાં રાજકોટમાં રહેતા શોભનાબેન કિશોરભાઈ બાખડા (ઉ.55) તથા તેની ભાવિ પૂત્રવધૂ રિધ્‍ધી મહેન્‍દ્રભાઈ મહેતા (ઉ.26), ઢસાના હનીફાબેન જીવાભાઈ રાધનપુરા (ઉ.36) લોધીકા તાલુકાના કાળીપાટ ગામના યશપાલ અજીતસિહ જાડેજા (ઉ.25) અને રાજુલાના ખોડાભાઈ ભગતભાઈ સોલંકી (ઉ.55)નો સમાવેશ થાય છે. જયારે એક પુરૂષ અને એક કિશોરની લાશના કોઈ વારસદારો સામે આવ્‍યા નથી.

જયારે ઘાયલોમાં અફસાનાબેન જીવાભાઈ રાધનપુરા (ઉ.16) રહેવાસી ઢસા ઉપરાંત ભાવનગરના ગઢેચીમાં રહેતા અમીનાબેન હુસેનભાઈ ઘાંચી રાજકોટના કિશોરભાઈ હિરાભાઈ બાખરા, ભવાનભાઈ શામજીભાઈ એક અજાણ્‍યો યુવક બસનો કલીનર અને ટેન્‍કરચાલક અમરદીપ સિંઘનો સમાવેશ થાય છે.

ટેન્‍કર ચાલકને સામાન્‍ય ઈજા હોય પોલીસે તેની ધરપકડ કરી છે જયારે બસના કલીનરને બાબરા દવાખાને સારવાર અપાઈ રહી છે, બાકીના પાંચને રાજકોટ રીફર કરવામાં આવ્‍યા છે.
ઘણું બધુ
મોદીનું નવું પુસ્તક 'જ્યોતિપુંજ'
વિસનગરમાં કોમી ભડકો, 10 રાઉન્ડ ગોળીબાર
અમદાવાદમાં માતા સાથે 3 પૂત્રોનો આપઘાત
અમરેલીમાં 1 મેથી નર્મદાનુ પાણી
1લી મેંએ અમરેલીમાં ભવ્ય સમારોહ-સરકાર
આજે મોદીના પુસ્તક જ્યોતિપૂંજનું વિમોચન