મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બોડેલી બસ દૂર્ઘટના પાછળ સમિતિ રચાઇ

ગાંધીનગર. આજે બુધવાર સવારે વડોદરા જિલ્લાના બોડેલી ખાતે નર્મદા કેનાલમાં સરકારી બસ ખાબકતા એક ભયાનક દુર્ઘટના સર્જાઈ જેમાં 46 લાશો બહાર કાઠવામાં આવી છે, તેમાં મોટા ભાગના શાળાના વિદ્યાર્થીઓ હતા જે પરિક્ષા આપવા જઈ રહ્યા હતાં. આ બસ તારગોલથી બોડેલી જઈ રહી હતી. ગુજરાત સરકારે આ દુર્ઘટના પાછળના કારણોની તપાસ માટે ઉચ્ચ સ્તરની 3 સભ્યોવાળી એક સમિતિની રચના કરી છે. આ ઉચ્ચ સ્તરની સમિતિમાં બે સરકારી સચિવો અને એક વરિષ્ઠ પોલિસ અધિકારી શામેલ હશે. આ દુર્ઘટનામાં 44 બાળકો, એક ડ્રાઇવર અને એક ક્લિનરની લાશ બહાર કાઢવામાં આવી છે. આ બસમાં કુલ 60 લોકો સવાર હતા.

સૂત્રોના જણાવ્યાં મુજબ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નીગમ (જીએસઆરટીસી) પોતાનો અહેવાલ સરકારને સોંપે તે પહેલા આ સમિતિ દુર્ઘટનાના તમામ સંભવીત પાસાઓ અંગેની પૂરતી તપાસ કરશે.

અત્રે જણાવવાનું આજની આ ભયંકર દુર્ઘટના સંદર્ભે રાજ્ય સરકારે મૃતકોના પરિવારને એક એક લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. દુર્ઘટનાની જાણ થયા બાદ રાજય સરકારના જળ સ્ત્રોત પ્રધાન નિતિન પટેલ અને રાજ્ય ગૃહપ્રધાન અમિત શાહ તુરંત જ ઘટના સ્થળે દોડી ગયા હતાં.
ઘણું બધુ
બસ કેનાલમાં ખાબકતાં 46નાં મોત
રાજકારણ અને મૂલ્યો વચ્ચે સંબંધ નહીં : મોદી
બાબરામાં ટેન્‍કર-બસ અકસ્માતમાં 7નાં મોત
મોદીનું નવું પુસ્તક 'જ્યોતિપુંજ'
વિસનગરમાં કોમી ભડકો, 10 રાઉન્ડ ગોળીબાર
અમદાવાદમાં માતા સાથે 3 પૂત્રોનો આપઘાત