ફતેહગઢ. મંડી ગોવિંદગઢમાં જીટી રોડ પર એક બસની અંદર આગ લાગવાથી તેની અંદર મુસાફરી કરી રહેલાં 23 લોકોનો આબાદ બચાવ થયો હતો.
બસના એંજીને આગ પકડી લીધી હતી પરંતુ સ્થાનીક લોકો અને એક કર્મચારીઓની મદદથી યાત્રિઓને સુરક્ષીત રીતે બહાર કઢાયા હતાં.
આ બસની અંદર યાત્રીઓ ગઈ કાલે અડધી રાત્રે દિલ્હી હવાઈ મથકથી સવાર થયાં હતાં.
યાત્રીઓએ જણાવ્યું હતું કે 9 કલાકની અંદર બસે 260 કિ.મી.નો રસ્તો કાપી લીધો હતો. આ બસ મંડી ગોવિંદગઢના સરદાર નગર વિસ્તારમાં પહોચી ત્યારે અચાનક તેની અંદર આગ ફાટી નીકળી હતી.
|