મુઝફ્ફરનગર. શહેરના કોટવાલી વિસ્તારમાં પોતાની સાવકી દિકરીની સાથે પિતા દ્વારા દુરવ્યવહાર કરવાના આરોપમાં પિતાની ધરપકડ કરવામાં આવી હતી તેમજ પિતા દ્વારા ગર્ભવતી બનેલી દિકરીને તપાસ માટે દવાખાને મોકલાઈ હતી. પોલીસનાં જણાવ્યાં અનુસાર ગઈ કાલે પીડિત દિકરીની માની ફરિયાદ પર આરોપી પિતા સલીમની ધરપકડ કરવામાં આવી હતી.
પીડિતા બે માસની ગર્ભવતી છે. 15 વર્ષની આ છોકરી માનસિક રીતે વિકલાંગ છે તેમજ મા દ્વારા બીજા લગ્ન કરવા પર પોતાની માતાની સાથે જ સાવકા પિતાને ત્યાં રહેતી હરી ત્યાં તેની સાથે દુર્વવ્યવહાર થતો રહ્યો હતો.
|