દાહોદ જીલ્લાનાં ઝાલોદ કસબા પાસે એક ટ્રક અને ઓટો રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં સાત વ્યક્તિઓનાં કમકમાટી ભર્યાં મૃત્યુ નિપજ્યાં હતાં તથા અન્ય એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, ઘાયલ વ્યક્તિને દાહોદની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. આ ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલાઓનાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. અકસ્માતનું કારણ હજું સુધી જાણવા મળ્યું નથી. પોલીસે આ અકસ્માત વિશે કેસ દાખલ કરી આગાળની કાર્યવાહી શરૂ કરી છે.
|