મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પોલીસકર્મીનો પુત્ર હેરોઈન સાથે ઝડપાયો
ભાષા

બુલંદશહેર. ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં રહેતા એક પોલીસકર્મીના પુત્રના ઘરે પોલીસે છાપો મારીને 250 ગ્રામ હેરોઈન જપ્ત કર્યુ હતુ. આ સાથે પોલીસે માદક પદાર્થની હેરાફેરીમાં સંડોવાયેલા ત્રણ જણાને ઝડપી પાડ્યા હતા.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, ઉત્તરપ્રદેશના બુલંદશહેરના ખુર્જા જીટી રોડ પર રહેતા એક પોલીસકર્મીનો પુત્ર માદક પદાર્થોનો કારોબાર કરી રહ્યો છે તેવી બાતમી પોલીસને મળી હતી. જેને આધારે પોલીસની એક વિશેષ ટુકડીએ તેના ઘરે છાપો માર્યો હતો. જે દરમિયાન પોલીસને તેના ઘરેથી 250 ગ્રામ હેરોઈન મળી આવ્યુ હતુ. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા યુવક સહિત કુલ ત્રણ જણાંની ધરપકડ કરી છે. પોલીસે ત્રણેની ઘનિષ્ઠ પુછતાછ હાથ ધરી છે.
ઘણું બધુ
કેટની પરીક્ષા ઓનલાઈન
આઈઆઈએમમાં અનામત તબક્કા વાર લાગુ કરાશે
વિચારાધીન કેદીનું જેલમાં મૃત્યું
હવાઈ મથકોની સુવિધાઓ વધે : મોદી
દાહોદ : દુર્ઘટનામાં સાતનાં મૃત્યુ
ગિર અભ્યારણ પાસેનાં જંગલમાં આગ