તૂતીકોરિન. તામિલનાડુના તૂતીકોરિનમાં આવેલા શ્રીવૈકુંઠમમાં કેટલાક અજ્ઞાત શખ્સોએ અખિલ ઈન્ડીયા સમત્વ મક્કલ કાચીના એક નેતાની હત્યા કરી દેતાં હાહાકાર મચી ગયો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પાર્ટીના શ્રીવૈકુંઠમના કેન્દ્રીય સચિવ સુયામબુલિંગમ પર ચાર જણાંએ હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઈજા પામેલા સુયામબુલિંગમ ત્યાંજ ફસડાઈ પડ્યા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીએ ઘટના સ્થળ પર પહોંચીને તેમના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. દરમિયાન આ ઘટનાની જાણ થતાં જ શ્રીવૈકુંઠમમાં તંગદીલી વ્યાપી ગઈ હતી. નગરમાં કોઈ અનઈચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસે અહીં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
|