ગુજરાતનાં અંકલેશ્વરથી 60 કિલોમીટર દૂર નેતરંગ નજીક ગઈકાલે બપોરે એક ટ્રક પલટી ખાતાં 10 જાનૈયાનાં કરૂણ મૃત્યુ નિપજ્યાં હતાં તથા અન્ય 27 ઘાયલ થયા હતાં.
પોલીસનાં જણાવ્યા પ્રમાણે ટ્રક જાનૈયા લઈને દક્ષિણ ગુજરાતનાં કાકરાપાડા જઈ રહી હતી. એક તીવ્ર વળાંક પર ડ્રાયવરે ટ્રક પર નિયંત્રણ ગુમાવતા આ ગોજારો અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને અંકલેશ્વરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
|