ગુજરાતની એક સત્ર અદાલતે નવેમ્બર 2005 માં થયેલા એક કથિત નકલી એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા સોહરાબુદ્દીન શેખનાં ભાઈ રૂબાવબુદ્દીન શેખની અપીલ પર રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે.
રૂબાવબુદ્દીને ન્યાયાધીશ પી.બી.દેસાઈની કોર્ટમાં દાખલ અપીલમાં આ ખોટા એન્કાઉન્ટર કેસની આગળ તપાસ કરવાની માંગણી કરી હતી. તેમનાં વકીલ અમરીશ નરેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, ગયા વર્ષે 16 જુલાઈએ સોહરાબુદ્દીન કેસમાં પોલીસ દ્બારા દાખલ આરોપપત્રમાં એ ખુલાસો કરવામાં આવ્યો નથી કે એન્કાઉન્ટરનાં સમયે જે મોટરસાઈકલ પર સોહરાબુદ્દીન જઈ રહ્યો હતો તેનો અસલી માલિક કોણ છે. આ સિવાય આરોપપત્રમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે સોહરાબુદ્દીનની પત્ની કૌસર બી નું મૃત્યુ ક્યાં અને કેવી રીતે થયું.
|