મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
માતાએ ત્રણ બાળકોની સાથે આત્મહત્યા કરી
ભાષા

આરા. બિહારના ભોજપુર જીલ્લાનાં બિહિયા પોલીસ ચોકી ક્ષેત્ર અંતર્ગત મઝૌલી ગામમાં ગઈ રાત્રે એક મહિલાએ પોતાના પતિની સાથે વિવાદ બાદ પોતાના ત્રણ બાળકોની સાથે ઝહેર ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

પોલીસ અધિકારી સુનિલ કુમારે જણાવ્યું હતું કે મઝૌલી ગામના રહેવાસી રામજી મુસહરનો પોતાની પત્ની ભગવનિયા દેવીની સાથે પૈસાને લઈને વિવાદ થયો હતો. ત્યાર બાદ ભગવનિયા દેવીએ રામજી મુસહરની અનુપસ્થિતિમાં ગઈ રાત્રે પોતાના ચાર બાળકોની સાથે ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

સુનિલ કુમારે વધુમાં જણાવ્યું કે ભગવનિયા દેવી (35) તેની બે પુત્રી રૂપા (7) અને ચૈતી (5) અને પુત્ર ધુરી (3) નું મૃત્યું થયું જ્યારે કે એક અન્ય બાળકને અચેત અવસ્થામાં હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની પરિસ્થિતિ ગંભીર છે.

રામજી મુસહર ગઈ રાત્રે પોતાના ઘરે નહોતો અને તે કોઈ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પોતાના એક સંબંધીને ત્યાં ગયો હતો. સવારે ઘરે પાછા ફર્યા બાદ રામજીને આ બધા મૃત અવસ્થામાં મળ્યાં હતાં.
ઘણું બધુ
ગુજરાતમાં ભાજપના બંધનો મિશ્ર પ્રતિસાદ
પોલીસ અધિકારી વિરુદ્ધ કેસ દાખલ
સોહરાબુદ્દીન કેસમાં ગુજરાત સરકારને નોટિસ
દેશમાં પ્રથમ અમરેલી જિલ્લો ઇ-ગ્રામ બન્યો
મુન્નાભાઇ આઇપીએસ કોપી કરતા પકડાયા
અકંલેશ્વર ટ્રક અકસ્માતમાં મૃત્યું આંક 11 થયો