જમ્મૂ. જમ્મૂ કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓએ બે ગ્રામીણોની ગોળી મારીને હત્યા કરી દિધી. પોલીસે જણાવ્યું કે આતંકવાદીઓએ પૂર્વ આતંકવાદી ઈમ્તિયાઝ અહમદ મીરની ચતરૂ વિસ્તારના કૂછલ ગામમાં ગઈ રાત્રે ગોળી મારીને હત્યા કરી દિધી હતી.
ત્યાર બાદ આતંકવાદી આ જ ગામમાં સાર્વજનિક સ્વાસ્થ્ય અભિયાંત્રીકી વિભાગના કર્મચારી બશીર અહમદના ઘરે ઘુસી ગયાં અને તેને પણ મોતને ઘાટ ઉતારી દિધો હતો.
સૂત્રોનાં જણાવ્યાં અનુસાર આતંકવાદીઓએ આ બંનેને જાસુસ હોવાની શંકાને લીધે માર્યા છે.
|