મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
વ્યારા ટ્રક અકસ્માતમાં 7ના મોત, 35 ઘાયલ

સૂરત. ગુજરાતના વ્યારા જિલ્લામાં આજે એક ટ્રક પલ્ટી ખાઇ જતા તેમાં સવાર 7 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજયાં હતાં અને અન્ય 35 લોકો ઘાયલ થયાં હતા. આ ટ્રક અમદાવાદથી જાન લઇને આવી રહી હતી. ઘાયલ જાનૈયાઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ભરતી કર્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ ઘટના આજે સવારે 9 કલાકે વ્યારા જિલ્લાના રામપુરા ગાઁમના પાસે સ્પીડમાં આવતા ટ્રકે સામેથી આવતી બસથી બચવા જતા પોતાનો કંટ્રોલ ખોઇ બેસતા ટ્રક પલ્ટી ખાઇ ગઇ હતી અને ટ્રકમાં સવાર 7 લોકો મોતને ભેટયાં અને 35 જેટલા લોકો ઘાયલ થયા છે.. ઘાયલોને તાત્કાલીક વ્યારાની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ટ્રકમાં લગ્ન કરવા જઇ રહેલા જાનૈયાઓ ભર્યા હતાં.

આ ટ્રકમાં અમદાવાદથી જાન લઇને આવતા જાનૈયા હતાં. લગ્નનો ઉત્સાહ છેલ્લે માતમમાં ફેરવાઇ ગયો.
ઘણું બધુ
જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદી દ્વારા 2ની હત્યા
માતાએ ત્રણ બાળકોની સાથે આત્મહત્યા કરી
ગુજરાતમાં ભાજપના બંધનો મિશ્ર પ્રતિસાદ
પોલીસ અધિકારી વિરુદ્ધ કેસ દાખલ
સોહરાબુદ્દીન કેસમાં ગુજરાત સરકારને નોટિસ
દેશમાં પ્રથમ અમરેલી જિલ્લો ઇ-ગ્રામ બન્યો