સુરત. સુરતના બાજપુરા ગામ પાસે ગઇકાલ મોડી રાત્રે ક્વોલીસ કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા એક માસૂમ બાળક સહિત 9 લોકોના કરૂણ મોત નિપજયા હતાં પરંતુ બે ઘાયલ લોકોમાંથી એકનું આજે સવારે મોત નિપજતા મૃત્યું આંક 10નો થયો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના પાંડેસરાના અર્પણાનગરમાં રહેતા રાજેન્દ્રભાઇ તેના સમાજના લોકો સાથે મહારાષ્ટ્રના શહાદા પ્રકાશા ગામે સમાજના કામે ગયા હતા, ત્યાંથી પરત સુરત આવી રહ્યા હતા ત્યારે રાત્રીના દરમિયાન બાજીપુરા ચોકડી પાસે તેઓની કારનું અકસ્માત ટ્રક સાથે થતાં કારનો ભૂક્કો વળી ગયો અને તેમાં બેઠેલા 11 લોકોમાંથી ઘટના સ્થળે 9ના મોત નિપજયા હતા.
જ્યારે ઘાયલ બે લોકોને નજીક હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, તેમાંથી આજે સવારે એક વ્યક્તિનું મોત નિપજતા મૃત્યુ આંક 10નો થયો છે.
|