મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બારડોલીમાં આજથી કૃષિ મહોત્સવનો શુભારંભ
તા. 9નારોજ જૂનાગઢ ખાતે સવારે 9 ક્લાકે યોજાનાર કૃષિ મહોત્સવનો પ્રારંભ

ગાંધીનગર. બારડોલી અને જૂનાગઢ ખાતેના કૃષિ મહોત્સવ શુભારંભ કાર્યક્રમનું જીવંત પ્રસારણ રાજય સરકાર દ્વારા કરવામાં આવશે. બારડોલી ખાતે બુધવારથી શરુ થનારા કૃષિ મહોત્સવ ખાતે બીટી કોટનના બિયારણોની કિંમતોમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવશે.

રાજય સરકાર કૃષિ ક્ષેત્રના સર્વાગી વિકાસ માટે લેબ ટુ લેંડના મંત્ર સાથે કૃષિ મહોત્સવ આયોજન આ વર્ષે અખાત્રીજ કરવામાં આવી રહ્યુ છે. આ વર્ષે અખાત્રીજ આજે તા. 7-5-08ના રોજ બારડોલી અને હિંમતનગર ખાતે કૃષિ મહોત્સવનો શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થશે. તા. 7ના રોજ બારડોલી ખાતે અને તા. 9નારોજ જૂનાગઢ ખાતે સવારે 9 ક્લાકે યોજાનાર કૃષિ મહોત્સવ પ્રારંભના કાર્યક્રમનું વંદે ગુજરાત ચેનલ પરથી જીવંત પ્રસારણ કરવામાં આવશે. જેમાં ગુજરાતના કૃષિ મંત્રી દિલીપ સાંઘાણી દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી હતી કે વૈજ્ઞાનિક પદ્ધતિઓ મારફતે કૃષિ ઉત્પાદન વધારવાની જરુરિયાત અંગે લોકોને જાગૃત કરવાના અભિયાનમાં એક લાખથી વધુ સરકારી કર્મચારીઓ જોડાશે.

રાજ્ય સરકાર દ્વારા પ્રેરિત આ મહોત્સવમાં ઉત્પાદન વધારવા માટે આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ અંગે લોકોમાં જાગૃત્તિ ફેલાવી રાજ્યના તમામ 18,600 ગામોને આવરી લેવામાં આવશે. રાજ્યના ખેડુતોને જાણકારી આપવામાં આવશે કે ડ્રિપ ઈરીગેશન અને આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિના ઉપયોગ વડે કેવી રીતે ઉત્પાદન વધારી શકાય.

સાંઘાણીએ દાવો કર્યો હતો કે, છેલ્લાં ત્રણ વર્ષમાં રાજ્યમાં કૃષિ આવક નવ હજાર કરોડથી વધીને 34,000 કરોડ રૂપિયા થઈ છે. સાંઘાનીએ જણાવ્યું હતું કે કૃષિ મંત્રી શરદ પવારે મહોત્સવની સફળતાની માહિતી મેળવીને તેની પ્રશંસા કરી હતી.
ઘણું બધુ
મહેસુલ વિભાગના અગ્ર સચિવની બદલી
સુરત પાસે અકસ્માતમાં 10ના મોત
બસની અંદરથી ભારે માત્રામાં વિસ્ફોટક મળ્યો
ભાવનગર પાસે અકસ્માતમાં 6 લોકોના મોત
વ્યારા ટ્રક અકસ્માતમાં 7ના મોત, 35 ઘાયલ
જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદી દ્વારા 2ની હત્યા