રાજકોટની બહાર આવેલા એક ફાર્મ હાઉસમાં એક વિવાહિત મહિલાએ પોતાનાં પર કથિત રીતે સામૂહિક બળાત્કાર ગુજાર્યાનો આક્ષેપ કર્યો છે. પીડિતાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે કે, 28 એપ્રિલે તે ટુ વ્હિલર લઈને જતી હતી ત્યારે એક પેટ્રોલ પંપ સામે કોઈ ખામીને કારણે તે ખોટવાઈ ગયું હતું. તે સમયે આસિફ નામનાં એક વ્યક્તિએ તેને પોતાની કારમાં લિફ્ટ આપીને હતી. આ કારમાં આસિફનાં ચાર મિત્રો પણ બેઠા હતાં.
આસિફ આ કારને રાજકોટ શહેરનાં જામનગર માર્ગ પર આવેલા એક ફાર્મ હાઉસમાં લઈ ગયો અને ત્યાં મહિલાને દારૂ પીવડાવ્યા બાદ તેની સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં રેસકોર્સ નજીક છોડી દીધી હતી. ત્યાર બાદ પીડિત મહિલા પોલીસ કમિશ્નરનાં બંગલે ફરિયાદ કરવા ગઈ હતી પરંતુ તે દારૂનાં નશામાં હોવાથી ધરપકડ કરવામાં આવી. જો કે ગઈકાલે પોલીસે મહિલાની ફરિયાદ દાખલ કરી ગુનેગારોની તપાસ શરૂ કરી છે.
|