મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કાઠિયાવાડમાં કરા સાથે માવઠું, મિનિ વાવાઝોડું

અમરેલી. દામનગરમાં અચાનક વાવાઝોડામાં કરા સાથે બે ઈંચ વરસાદ ગઇકાલ બપોર બાદ પડયો હતો અને તેજ પવન સાથે કડાકા-ભડાકા વચ્‍ચે માવઠું થયું હતું. સાવરકુંડલામાં મિનિ વાવાઝોડું અને વલ્લભીપુર, જેસર અને પાલીતાણામાં ઝાપટાંથી માંડી પોણો ઈંચ કરાવર્ષા થયો હતો.

સૌરાષ્ટ્ર-કરછમાં હવામાનમાં આવેલો પલટો ગઇકાલે પણ જારી રહ્યો હતો અને પ્રિમોન્સૂન એકિટવિટીનો પ્રારંભ થયો હોય તેમ સાવરકુંડલા પાસે સેલણા ગામે ત્રણેક કિ.મી.ના વિસ્તારમાં મિનિ વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. 60 થી 70 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો અને અનેક વૃક્ષોનો સોથ વળી ગયો હતો અને વરસાદ તૂટી પડયો હતો.

રાજકોટ પાસે સરધારમાં ગઇકાલ સાંજે અડધી કલાકમાં કરા સાથે ધોધમાર દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો. ઉપરાંત જસદણમાં પણ કેટલાક ગામડાંઓમાં ગાજવીજ સાથે વરસાદી છાંટા પડયા હતા અને ઝડપી પવન ફૂંકાયો હતો તથા વીજળી પડતાં માતા-પુત્ર દાઝ્યાં હતા અને બે બળદનાં મોત નીપજયાં હતાં. રાજકોટમાં ગઇકાલે ઝાપટું પડયા બાદ આજે પણ સવારથી વારંવાર આકાશમાં વાદળો ધેરાતા જોવા મળ્યા હતા. રાજકોટ પાસેના સરધારમાં ગઇકાલે સાંજે અડધા કલાકમાં દોઢેક ઇંચ કમોસમી વરસાદ વરસી ગયો હતો અને કરા પણ પડયા હતા. રાજકોટ પાસે કોટજાસાંગાણીમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા કરા સાથે ૧થી સવા ઇંચ વરસાદ પડયો હતો. રાજકોટમાં ગરમીમાં ઘટાડો થયો હતો.

ભાવનગર પંથકમાં સાંજે ગાજવીજ બાદ કમોસમી છાંટા વરસવાના શરૂ થઈ ગયા હતા. ઝંઝાવાતી પવન અને વીજળીની ગર્જના સાથે ચમકારા સાથે સાંજે શહેરમાં કમોસમી છાંટા શરૂ થતાં ભર વૈશાખે અષાઢી માહોલ છવાઈ ગયો હતો.

વલ્લભીપુર શહેર તથા આસપાસના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં આજે શુક્રવારે મોડી સાંજે વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો. ઠંડાગાર વાતાવરણમાં પવનના જોરદાર સુસવાટા સાથે આકાશ ગોરંભાયેલ વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદના છાંટા પડયા હતા. જેસર પંથકમાં મોડીસાંજે ઝંઝાવાતી પવન સાથે વરસાદ વરસ્યો હતો.સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.

દામનગરમાં બપોરે અસહ્ય ઉકળાટ બાદ વાવાઝોડા સાથે સાંજે વરસાદ પડયો હોવાના સમાચારો મળ્યા છે. વરસાદની સાથે 20 મીનીટ સુધી કરા પડયા હોવાનું પણ જાણવા મળે છે.
ઘણું બધુ
ગુજરાતના 18000 ગામોમાં કૃષિ મહોત્સવ
રાજકોટમાં મહિલા પર સામૂહિક બળાત્કાર
પત્રકારત્વમાં દેશહિત જ સર્વોપરી છે-મોદી
બારડોલીમાં આજથી કૃષિ મહોત્સવનો શુભારંભ
મહેસુલ વિભાગના અગ્ર સચિવની બદલી
સુરત પાસે અકસ્માતમાં 10ના મોત