વડોદરા. અંકલેશ્વર થી ભાવનગર જિલ્લામાં વલ્લભીપુર તરફ જઇ રહેલા મહારાષ્ટ્રના 12 કામદારોના માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યાં હતાં અને અન્ય પાંચને ઈજા થઈ હતી. ટ્રકમાં બેસીને જઇ રહેલા મજૂરોની ટ્રક પલટી ખાઇ જતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ કામદારો એક ટ્રકમાં અંકલેશ્વરથી ભાવનગર જિલ્લામાં વલ્લભીપુર તરફ જઈ રહ્યાં હતાં ત્યારે આ ઘટના બની હતી. આણંદ જિલ્લાના ગાંભિરા ગામ પાસે આ ટ્રક સંતુલન ગુમાવીને ખાઈમાં પડી હતી. દશ કામદારોના તો ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં
જ્યારે અન્ય બે મજૂરોએ હોસ્પિટલમાં પોતાનો દમ તોડ્યો હતો. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દામદારો મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના રાજવીરપહાડ ગામના રહેવાસી હતાં.
|