દાવનગરે. કર્ણાટકમાં થનારા બીજા ચરણના મતદાન પહેલા ગઇકાલે ભારતીય જનતા પાર્ટી(ભાજપા)ના વરિષ્ઠ નેતા અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના યુવાનોને આતંકવાદ અને નક્સલવાદની વિરૂધ્ધ લડવાનું આહ્વાન કર્યું.
રાજયમાં આગામી 16મી મેના રોજ થનારા બીજા ચરણની ચૂટણીને ધ્યાનમાં રાખીને કાલે એક ચૂટણી સભામાં સંભોધતા મોદીએ જણાવ્યું હતું કે, કર્ણાટકના યુવાનો આતંકવાદ અને નક્સલવાદનો સામનો કરે.
મોદીએ કહ્યું હતું કે, અમે ગુજરાતમાં અસામાજિક તત્વોને એમની જડે નહી જમવા દઇએ. અને જો તેઓ ઇંટ મારશે તો અમે તેઓને પથ્થર મારીશું. તેઓએ કહ્યું કે, રાજયમાં વિધાનસભા ચૂટણીમાં નજીકના ભવિષ્યમાં રાષ્ટ્રીય રાજનીતિનું ભાગ્ય નક્કી કરવાની સંભાવના છે.
કેન્દ્રની સંયુક્ત ગઠબંધન યુપીએ સરકારની આલોચના કરતા શ્રી મોદીએ કહ્યું કે, સરકારે દેશને ગંભીર મુશ્કેલીમાં નાખી દીધો છે. તેઓએ વધુમાં કહ્યું કે, દેશમાં મોંઘવારી સર્વોચ્ચ સપાટીએ છે અને કેન્દ્ર સરકાર વધતી મોંઘવારીના નિયંત્રણમાં અસફળ થઇ રહી છે.
|