અમદાવાદ. ગુજરાત માધ્મમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ, 2008માં લેવાયેલી ધો. 12 સાયંસની પરીક્ષાનું પરિણામ તા. 15મી મે એટલે કે આવતા ગુરૂવારના રોજ જાહેર થશે. આ વર્ષે સાયંસનું પરિણામ આશરે 70 થી 80 % આવે તેવી સંભાવના છે. આજ દિવસે ગુજકેટનું પરિણામ બોર્ડ દ્વારા જાહેર થશે.
ગુજરાતમાં ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ગત. 12મી માર્ચના રોજથી શરૂ થઇ હતી. જેમાં 90 કેન્દ્રો પરથી આશરે 80748 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગત વર્ષ 2007માં 83.54 % જેટલું વિક્રમજનક પરિણામ આપીને વિદ્યાર્થીઓને બોર્ડે ખુશ કરી દીધા હતા.
ધો. 12 વિજ્ઞાન પ્રવાહની સાથે ગત. તા. 10મી એપ્રિલના રોજ લેવાયેલી ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ 15મી મેના રોજ જ ઘોષિત થશે.
|