મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
2008માં 12 સાયંસનું 75.85 ટકા પરિણામ  Search similar articles
ગુજરાત બોર્ડમાં કુલ 18 વિદ્યાર્થીઓ ટોપ-ટેનમાં, પ્રથમ આવી અમદાવાદની દેવાંશી

ગાંધીનગર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે 15મી મેના રોજ 12 વિજ્ઞાન પ્રવાહનું 75.85 % પરિણામ જાહેર કર્યુ છે. જેમાં અમદાવાદની દેવાંશી ઈન્દ્રવદન શાહ 96.20 % સાથે રાજ્યમાં પ્રથમ આવી છે. અને તેની સાથે રાજ્યમાં ટોપ ટેનમાં 18 વિદ્યાર્થીઓ આવ્યાં છે.

આ વખતે ગુજરાત બોર્ડમાં બીજા સ્થાને 95.6 % સાથે બે વિદ્યાર્થીઓ આવ્યાં છે. વડોદરિયા ચંન્દ્રેશ દુલાભાઈ અને શેથીયા રાહુલ હેમેન્દ્રભાઈ બંન્ને બીજા સ્થાને છે. સોન્દરવા ધારા ધનજીભાઈ 95.2 % સાથે ત્રીજા સ્થાને છે. ચાવડા હર્ષિલકુમાર કમલેશકુમાર 94.8 % સાથે ચોથા સ્થાને છે. ભાવસાર માલવ હિતેન્દ્રકુમાર 94.6 % સાથે પાંચમાં સ્થાને છે. બુટાલા શ્રેયા પ્રશાંત 94.4 % સાથે છઠ્ઠા સ્થાને છે.

સાતમાં સ્થાને 94.2 % સાથે ત્રણ વિદ્યાર્થીઓ છે. તેમાં પટેલ કુશાલ રાવજીભાઈ, ખક્ષા નિખીલેષ જગદીશભાઈ અને સરવડા નિષીથકુમાર વસંતલાલનો સમાવેશ થાય છે.

આઠમાં સ્થાને 94 % સાથે પીપલિયા રવિ નરેન્દ્રભાઈ અને ભટ્ટ કમલ જીતેન્દ્રભાઈ છે.

નવમાં સ્થાને 93.8 % સાથે પરમાર વિપુલભાઈ અરવિંદભાઈ, સરવૈયા હેતલબેન ચીમનભાઈ અને મિસ્ત્રી આશુતોષ નરેન્દ્રભાઈ છે.

છેલ્લે 10માં સ્થાને 93.6 % સાથે ચૌહાણ હાલક હસમુખભાઈ, જોષી વિવેક પીયુષભાઈ અને ગાંધી નિરજ પંકજકુમારનો સમાવેશ થાય છે.
ઘણું બધુ
ઓમકારેશ્વ મંદિરમાંથી વિષ્ણુની પ્રતિમા મળી
15મી મે એ ધો. 12 સાયંસનું પરિણામ જાહેર
યુવાનો આતંકવાદનો સામનો કરો-મોદી
આણંદ પાસે માર્ગ અકસ્માતમાં 12ના મોત
જૂનાગઢમાં કૃષિ મહોત્સવનો 9મીથી પ્રારંભ
કાઠિયાવાડમાં કરા સાથે માવઠું, મિનિ વાવાઝોડું