ગાંધીનગર. ગુજરાત રાજ્ય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.12ની વિજ્ઞાન પ્રવાહની માર્ચ-2008માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ 75.83 % જાહેર થયું છે. જેમાં સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાનું સૌથી વધુ 94.76 % અને સૌથી ઓછું જામનગર જિલ્લાનું 55 % પરિણામ આવ્યું છે. અમરેલીનું 94.76 અને જામનગરનું 55 % પરિણામ, રાજકોટ 75.85, પોરબંદર 64, ભાયાવદર 75 અને સુરેન્દ્રનગર જિલ્લાનું 86 %..
રાજ્યના પ્રથમ દસ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓમાં રાજકોટ શહેરના 8, જિલ્લાનો 1 અને જૂનાગઢનો 1 વિદ્યાર્થી ઝળકી ઉઠયા છે. ધો.12ના જાહેર થટેલ પરિણામમાં અમરેલી જિલ્લાનું આશ્ચર્ય વચ્ચે 94.76 % જેવું ભારે ઉચું પરિણામ આવ્યું હોવા છતાં પણ રાજ્યના ટોપટેનમાં એક પણ વિદ્યાર્થી ઝળકયો નથી.
ગુજરાત શિક્ષણ બોર્ડે 15મી મેના રોજ 12 વિજ્ઞાન પ્રવાહનું 75.85 % પરિણામ જાહેર કર્યુ છે. જેમાં અમદાવાદની દેવાંશી ઈન્દ્રવદન શાહ 96.20 % સાથે રાજ્યમાં પ્રથમ આવી છે. અને તેની સાથે રાજ્યમાં ટોપ ટેનમાં 18 વિદ્યાર્થીઓ આવ્યાં છે.
આ વખતે ગુજરાત બોર્ડમાં બીજા સ્થાને 95.6 % સાથે બે વિદ્યાર્થીઓ આવ્યાં છે. વડોદરિયા ચંન્દ્રેશ દુલાભાઈ અને શેથીયા રાહુલ હેમેન્દ્રભાઈ બંન્ને બીજા સ્થાને છે. સોન્દરવા ધારા ધનજીભાઈ 95.2 % સાથે ત્રીજા સ્થાને છે. ચાવડા હર્ષિલકુમાર કમલેશકુમાર 94.8 % સાથે ચોથા સ્થાને છે. ભાવસાર માલવ હિતેન્દ્રકુમાર 94.6 % સાથે પાંચમાં સ્થાને છે. બુટાલા શ્રેયા પ્રશાંત 94.4 % સાથે છઠ્ઠા સ્થાને છે.
સાતમાં સ્થાને 94.2 % સાથે ત્રણ વિદ્યાર્થીઓ છે. તેમાં પટેલ કુશાલ રાવજીભાઈ, ખક્ષા નિખીલેષ જગદીશભાઈ અને સરવડા નિષીથકુમાર વસંતલાલનો સમાવેશ થાય છે. આઠમાં સ્થાને 94 % સાથે પીપલિયા રવિ નરેન્દ્રભાઈ અને ભટ્ટ કમલ જીતેન્દ્રભાઈ છે. નવમાં સ્થાને 93.8 % સાથે પરમાર વિપુલભાઈ અરવિંદભાઈ, સરવૈયા હેતલબેન ચીમનભાઈ અને મિસ્ત્રી આશુતોષ નરેન્દ્રભાઈ છે. છેલ્લે 10માં સ્થાને 93.6 % સાથે ચૌહાણ હાલક હસમુખભાઈ, જોષી વિવેક પીયુષભાઈ અને ગાંધી નિરજ પંકજકુમારનો સમાવેશ થાય છે.
સૌરાષ્ટ્રના 10 વિદ્યાર્થીઓનો ટોપ-ટેનમાં દબદબો -
રાજકોટ શહેર-જિલ્લાનું ધો.12 વિજ્ઞાનનું 75.85 % પરિણામ જાહેર થયું છે. 80749 પરીક્ષાર્થીમાંથી 60808 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ જાહેર થયા છે. રાજકોટ શહેરના 8 વિદ્યાર્થીઓ તથા ગોંડલનો એક છાત્ર રાજ્યના ટોપટેનમાં સ્થાન પામ્યા છે જે અત્યાર સુધીના આવેલા પરિણામમાં રેકર્ડ સર્જાયો હોય તેમ શિક્ષણવિદો માળી રહ્યા છે. રાજકોટ જિલ્લાના 9 છાત્રો રાજ્યના ટોપટેનમાં સ્થાન પામતાં જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાનું પણ 86 % જેવું ભારે ઉચું પરિણામ જાહેર થયું છે જેમાં જિલ્લાના ટોપટેનમાં પટેલ વિદ્યાલયનો દબદબો યથાવત રહ્યો છે. પોરબંદર જિલ્લાનું 64 % જેવું પરિણામ આવ્યું છે જેમાં સેન્ટમેરી શાળાના જિલ્લા ટોપટેનમાં 8 વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. જામનગર જિલ્લાનું 55 % પરિણામ જાહેર થયું છે. કુલ 1293 પરીક્ષાર્થીમાંથી 693 છાત્રો જ ઉત્તીર્ણ થયા છે.
જ્યારે ભાવનગર જિલ્લાનું 75 % પરિણામ જાહેર થયું છે. દરમિયાન જૂનાગઢ જિલ્લાનું સરેરાશ પરિણામ જિ.શિ.અધિકારી શાહને પૂછ્તા તેમણે પણ પરિણામ કેટલું આવ્યું છે તેની ખબર ન હોવાનું જણાવ્યું હતું અને વેબસાઈટ જોવાનું જણાવ્યું હતું. જામનગર ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 55 % પરિણામ આવ્યું છે. જામનગર કેન્દ્રના ટોપટેનમાં જાહેર થયેલા વિદ્યાર્થીઓમાં કુલ 15 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો જેમાં જામનગરની સત્ય સાંઈ હઈસ્કૂલના આઠ, સન સાઈન સ્કૂલનો 1, મીઠાપુર હાઈસ્કૂલના બે અને ચાર વિદ્યાર્થીઓ સેન્ટ ઝેવીયર્સ શાળાનો સમાવેશ થાય છે. જો કે, પ્રતિ વર્ષની માફક બોર્ડ દ્વારા પ્રકશિત થતી સંપૂર્ણ માહિતી સાથેની બુકલેટ જામનગરમાં ઉપલબ્ધ હતી. જામનગરમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 1293 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી 1293 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી 693 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા.
સુરેન્દ્રનગરધો.12નું પરિણામ 86 % જેવું આવેલ છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ નંબરે આવેલા એમ. મોવરીયા 93.2 %, તિરૂપતિ હાયર સ્કૂલમાં મેળવી જિલ્લામાં પ્રથમ આવેલ છે. જ્યારે બીજા ક્રમે પટેલ જયદીપ રમણીકલાલ 91.6 %, સરદાર પટેલ વિદ્યાલયમાંથી મેળવી બીજા ક્રમે રહેલ છે.
ધોરણ-12 સાયન્સનું જાહેર થયેલું પરિણામ ગત વર્ષની સરખામણીમાં 9 % ઓછું આવ્યું હતું, પરંતુ પાસ થયેલા વિધાર્થીઓની સંખ્યા ગત વર્ષ કરતાં 12 હજાર જેટલી વધુ છે. માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-08માં લેવાયેલી ધો. 12 વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે 75.85 % જાહેર થયું હતું, જે ગત વર્ષનું 83.54 % હતું. તેનાથી 9 % ઓછું આવ્યું છે.
છેલ્લા બે વર્ષના કુલ પરિણામનાં તારણો જોતાં વર્ષે 58314 વિધાર્થીઓમાંથી 48254 વિધાર્થી પાસ થયા હતા, જયારે આ વર્ષે કુલ 80749 વિધાર્થીઓમાંથી 60808 પાસ થયા હતા. આમ બે વર્ષનાં પરિણામનો તફાવત જોતાં ગત વર્ષે 48254 વિધાર્થી પાસ થયા, જયારે આ વર્ષે 60808 વિધાર્થી પાસ થતાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 12 હજાર જેટલા વધુ વિધાર્થી પાસ થયા છે. આમ ધો. 12 સાયન્સનું કુલ પરિણામ ટકાવારીમાં ગત વર્ષ કરતાં ઓછું આવ્યું છે, પરંતુ પાસ વિધાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે.
|