મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
વિકાસમાં દરેક ગુજરાતી સહભાગી બને-મોદી  Search similar articles
ભાષા

ચેન્નાઈમાં વસતાં વિવિધ ગુજરાતી સમાજો દ્વારા આયોજીત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો અભિવાદન સમારોહ યોજાઈ ગયો. જેમાં મોદીએ 2010માં આવી રહેલા રાજ્યનાં સુવર્ણ જ્યંતિ સમારોહમાં વિશ્વમાં વસતાં દરેક ગુજરાતીને ભાગ લેવા તથા રાજ્યનાં વિકાસમાં સહભાગી બનવા અપીલ કરી છે.

ચેન્નાઈમાં વસતાં વિવિધ 19 જેટલા ગુજરાતી સમાજનાં નેજા હેઠળ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો અભિવાદન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મોદીએ જણાવ્યુ હતુ કે દરેક ગુજરાતીના મનમાં સ્વાભિમાન જગાવવા અને પ્રત્યેક ગુજરાતી માથું ઉંચુ કરી વિશ્વમાં આંખથી આંખ મિલાવીને ચાલી શકે, તેમજ ગૌરવભેર ઉભો રહે તેવા સામ્થર્યવાન ગુજરાતનું નિર્માણ કરવા સરકાર કટીબધ્ધ છે.
2010માં રાજ્યનાં સુવર્ણ જ્યંતિ સમારોહમાં દરેક ગુજરાતને ભાગ લેવા તેમણે આમંત્રણ પાઠવ્યુ હતુ. ગુજરાતનાં વિકાસમાં યોગદાન આપે તે માટે દેશભરનાં વિવિધ રાજ્યો અને શહેરોના ગુજરાતી મંડળો અને ગુજરાતી સમાજોને સંકલ્પની કાર્યયોજના બનાવવા તેમણે આહ્વવાન કર્યુ હતું.
આ સમારોહમાં મોદીએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં રાજ્યે કરેલાં વિકાસ અંગે ઉપસ્થિત નાગરિકોને માહિતગાર કર્યા હતા. તેમજ જ્યોતિગ્રામ, સરદાર સરોવર, ચિરંજીવી યોજના વગેરે જેવા વિકાસનાં મૉડલની રૂપરેખા રજુ કરી હતી.
ઘણું બધુ
ભાવનગર ફરી હિરાથી ઝગમગી ઉઠ્યું
રાજ્યના 96 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ
ગુજરાતમાં લાંબા વિરામ બાદ સાર્વત્રિક વરસાદ
રૂબાબુદ્દીને અરજી દાખલ કરવા માટે અપીલ કરી
બાવળામાં બે જૂથો બાજ્યા:2નાં મૃત્યું, 47 ઈજાગ્રસ્ત
ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ સિદ્ધાર્થ પટેલ