ગુજરાતના શિક્ષણ જગતને તાજેતરમાં લુણો લાગ્યો છે ત્યારે દિવસે દિવસે વધુને વધુ ચોંકવાનારી વિગતો બહાર આવી રહી છે. ગાંધીનગરમાં આવેલી નારી સંરક્ષણ ગૃહમાંથી મધરાતે ચાર યુવતીઓ દોરડું લટકાવીને નાસી છૂટી છે.
રાજ્યના પાટનગર ગાંધીનરમાં સેક્ટર નવમાં આવેલા નારી સંરક્ષણ ગૃહમાંથી ગત રાતે કોઈ અગમ્ય કારણોસર ચાર યુવતીઓ દોરડું લટકાવી ભાગી છુટતાં આ મામલો ચર્ચાસ્પદ બન્યો છે. વાસણા ગામની 16 વર્ષની પારૂલ મહેન્દ્રભાઈ, દહેગામ તાલુકાની રાધા હેમંતભાઈ, અમદાવાદની દીપીકા અને અન્યએક આશા ભીમજીભાઈ સોલંકી નામની ચાર યુવતી નાસી જતા ચકચાર મચી ગયો છે. પોલિસને ઘટનાની જાણ થતાં તરત શોધખોળ ચાલુ કરી દીધી છે.
|