કોલેજોમાં અનામત 75 ટકા કરવા બદલ સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારને નોટીસ ફટકારી છે. 21 જુલાઈ સુધીમાં આ મામલે જવાબ આપવા પણ જણાવ્યું છે.
ગુજરાતમાં મેડીકલનાં અભ્યાસક્રમમાં પ્રવેશથી વંચિત રહી ગયેલા એક વિદ્યાર્થીએ સુપ્રિમમાં રીટ અરજી દાખલ કરી હતી. જેમાં રાજ્ય સરકારની આરક્ષણ નીતિ અંગે કેટલાંક સવાલો કરવામાં આવ્યા હતા. આ અરજીમાં જણાવ્યું છે કે ગુજરાત સરકારે વિવિધ અભ્યાસક્રમોમાં આરક્ષણની મર્યાદા વધારીને 75 ટકા કરી નાંખી છે.
અરજદારે રાજ્ય સરકારની રીઝર્વેશન પોલીસી પર કેટલાંક આરોપો લગાવ્યા છે કે, સુપ્રિમ કોર્ટે આરક્ષણની મર્યાદા 50 ટકા રાખવાનું સૂચન કર્યું છે. તેમ છતાં રાજ્ય સરકારે કેટલાંક અભ્યાસક્રમોમાં 15 ટકા બેઠકો વિદેશમાં રહેતાં ભારતીયો માટે ફાળવી છે. જેથી રીઝર્વેશન 75 ટકા થઈ જાય છે. તેથી રાજ્યનાં વિદ્યાર્થીઓને મેડીકલ કોલેજમાં પ્રવેશ મુશ્કેલ બન્યો છે. વધુમાં સુપ્રિમ કોર્ટે આ અંગે બહાર પાડેલાં નિર્દેશોથી પણ આ બાબત વિપરીત છે.
આ રીટને પગલે ચીફ જસ્ટીસ કે જી બાલકૃષ્ણન અને પી સદાશિવમે અરજીકર્તાને તેણે કેમ આ કાયદાને કોર્ટમાં પડકાર્યો છે એવો સવાલ કર્યો છે. અને આ કેસની વધુ સુનાવણી 21 જુલાઈએ રાખવામાં આવી છે.
|