મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ગોધરામાં છાપાની ઓફિસ પર હુમલો  Search similar articles
વેબ દુનિયા

ગોધરા. અમદાવાદ સ્થિત ગુરૂકુળના બે માસુમોના ચકચારી મોત મામલે અહેવાલ પ્રકાશિત કરવાના મામલે ગોધરા સ્થિત સંદેશ ઓફિસ પર ઉશ્કેરાયેલા ટોળાએ ગઇકાલે હુમલો કરતાં ફરિયાદ નોંધાઇ છે.

અમદાવાદ સ્થિત આસારામ ગુરૂકુળના બે માસુમોની ગત અમાસની રાત બાદ વિકૃત હાલતમાં લાશ મળી આવવાના મામલે ભારે વિવાદ ઉઠ્યો છે. અખબારોનાં પ્રગટ થતા અહેવાલોને પગલે બાપુના ટેકેદારોમાં કચવાટ પ્રસરી રહ્યો છે. આ દરિમયાન ગઇ કાલે ગોધરા સ્થિત ગુજરાતી અખબાર સંદેશના કાર્યાલય ઉપર એક ટોળાએ હુમલો કરી ધમકી આપતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ હત્યામાં જો સંડોવણી નીકળશે તો હુ ફાંસીએ ચડવા તૈયાર છુ એવો હુંકાર આસારામ બાપુએ તાજેતરમાં નવી દિલ્હી ખાતે જાહેરમાં વ્યક્ત કર્યો હતો.
ઘણું બધુ
આરક્ષણ મામલે ગુજરાતને નોટીસ
હું ફાંસીએ ચઢવા તૈયાર છું-આસારામ બાપુ
ગાંધીનગર નારી ગૃહમાંથી ચાર યુવતીઓ ફરાર
વિકાસમાં દરેક ગુજરાતી સહભાગી બને-મોદી
ભાવનગર ફરી હિરાથી ઝગમગી ઉઠ્યું
રાજ્યના 96 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ