અમદાવાદ. પી.જી.મેડિકલમાં પણ હવેથી એન્ટ્રેન્સ ટેસ્ટ લેવાનું સરકારે નક્કી કર્યું છે. રાજ્ય આખામાં પ્રવેશ પરીક્ષા હવે એક સાથે લેવાશે. આ નિયમનો આવતા સત્ર થી અમલમાં કરી દેવાશે.
રાજ્યસરકારે વિધ્યાર્થીઓની માગ સ્વીકાર્ય રાખી 2009-10 ના વર્ષથી પ્રવેશ પરીક્ષા દ્વારા પ્રવેશ અપાશે. આ અંગેના નિયમો રચવા એક સમિતિની નિમણુંક કરાઈ છે જે ટૂંક સમયમાં નિયમાવલી જાહેર કરશે.
અમદાવાદની આઠ કોલેજના કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ મુદ્દે વિદ્યાર્થીઓએ વિશાળ રેલી યોજી હતી. ત્યાં જ સરકારે આ પરીપત્ર વિદ્યાર્થીઓએ સોપ્યો હતો. આમ હવે કોમન ટેસ્ટ અંગે વિદ્યાર્થીઓમાં બે ભાગ પડી ગયા છે.
|