મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ટીવી ચેનલના પ્રત્રકાર પર હુમલો  Search similar articles
વેબ દુનિયા

અમદાવાદ. આસારામ આશ્રમ ગુરૂકુળના બે માસુમોના મોતના મામલે આજે અપાયેલા બંધ દરમિયાન બાપુના ટેકેદારો દ્વારા ટીવી ચેનલની એક પત્રકાર ઉપર હુમલો કરાયો હતો.

બે માસુમોના મોતનો મામલો ઉગ્ર બની રહ્યો છે. આ ચકચારી મામલે પોલીસ દ્વારા ભીનુ સંકેલી દેવા પ્રયાસ કરાતો હોવાની રાવ ઉઠતાં સંઘર્ષ સમિતિ દ્વારા ન્યાય માટે આજે બંધનું એલાન અપાયું છે. જેમાં લોકો સ્વયંભૂ જોડાઇ રહ્યા છે તો બીજી બાજુ બાપુના ટેકોદારો પણ સામે આવ્યા છે.

આજે સવારે આ મામલે પથ્થરમારો સહિતની ઘટના બની હતી. જેને પગલે મીડિયાના પ્રતિનિધિઓ બનાવ સ્થળે પહોચ્યા હતા. જેમાં ટેકેદારો દ્વારા ટી.વી. ચેનલની એક પત્રકાર ઉપર ધોકા વડે હુમલો કર્યાનું તથા આ બનાવને લઇને શહેરમાં ભારે તંગદિલી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઘણું બધુ
અમદાવાદ બંધ, લોકોનો આશ્રમને ધેરો
આસારામ સામે જનાક્રોશ, કાલે અમદાવાદ બંધ
પી.જી.મેડિકલમાં પણ લેવાશે એન્ટ્રેન્સ ટેસ્ટ
ગોધરામાં છાપાની ઓફિસ પર હુમલો
આરક્ષણ મામલે ગુજરાતને નોટીસ
હું ફાંસીએ ચઢવા તૈયાર છું-આસારામ બાપુ