અમદાવાદ. આસારામ બાપુનાં આશ્રમમાં મૃત્યુ પામેલા બે વિદ્યાર્થીઓનાં હત્યારાને પકડવા આજે અમદાવાદ બંધની અસર દેખાવા લાગી છે. તો બીજી બાજુ આજે સવારે આસારામે મૃતકોના વાલીઓની મુલાકાત લઇ આરોપીઓને સજા અપાવવાનું આશ્વાસન આપ્યાનું જાણવા મળે છે.
અમદાવાદ બંધને ધ્યાનમાં રાખીને શહેરમાં પોલીસે મજબૂત બંદોબસ્ત ગોઠવી દીધો છે. તેમ છતાં શહેરનાં વાડજ, મણીનગર, સાબરમતી, નિર્ણયનગર જેવા વિસ્તારોમાં છુટાછવાયા પથ્થરમારો થયા હોવાનાં સમાચાર મળ્યાં છે.
વાડજ વિસ્તારમાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. તેવી રીતે અમરાઈવાડી વિસ્તારનાં સીટીએમ ચાર રસ્તા નજીક એક ટોળાએ બસ પર પથ્થરમારો કરીને તેને નુકસાન પહોચાડ્યું છે.
જો કે પ્રાપ્ત વિગત મુજબ પોલીસે બંધથી જનજીવન પર અસર ન થાય તે માટે કડક પેટ્રોલીંગ કરી રહી છે અને, કેટલાંક સ્થાનોએ એસઆરપીની કંપની તૈનાત કરી છે.
|