અમદાવાદ. અમદાવાદનાં આજના સ્વયંભૂ બંધને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ઠેર ઠેર લોકો સામે ચાલીને બંધ કરી રહ્યા છે ત્યારે રીક્ષા ચાલકો પણ જુદી રીતે બંધમાં જોડાયા છે. આજની ગુરૂ પૂર્ણિમાને લઇને જતા આસારામના ભક્તોને તેમણે રીક્ષામાં એન્ટ્રી આપી ન હતી.
અમદાવાદે આજે વર્ષો પછી સ્વંયભૂ બંધ જોયો. રાજકીય પાર્ટી દ્વારા અત્યાર સુધી બંધ આપવામાં આવતાં હતાં. તેમ છતાં તે બંધને જોઈએ તેટલો પ્રતિભાવ મળતો નહતો. તે સમયે કાર્યકર્તાઓએ દુકાનો બંધ કરાવવા નીકળવું પડતું હતું. પરંતુ આજનો બંધ જનતા કરફ્યું જેવો જણાઇ રહ્યો છે.
જડબેસલાક બંધમાં દુકાનો, શાળા-કોલેજો તથા બીજા ખાનગી ઓફિસો બંધની અસર નીચે આવી ગયા છે. આ સાથે રીક્ષાચાલકો પણ બંધમાં જોડાયા છે.
રીક્ષા ચાલકોએ સ્કુલ વર્ધીની રીક્ષા બંધ રાખી હતી. તેમજ આજના ગુરૂપૂર્ણિમા પર્વ નિમિત્તે આસારામનાં આશ્રમમાં દર્શને જવા નીકળેલા ભક્તોને રીક્ષાચાલકોએ રીક્ષામાં સવારી આપી ન હતી.
|