મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અમદાવાદમાં પોલિસનો બે રાઉન્ડ ગોળીબાર  Search similar articles
વેબ દુનિયા

અમદાવાદ. અમદાવાદમાં આજના બંધ દરમિયાન બાપુના ટેકેદારો તથા આમ જનતા આમને સામને આવી જતાં કેટલાક ઠેકાણે સ્થિતિ બેકાબુ બનતાં પોલીસે બે રાઉન્ડ ગોળીબાર કરવો પડ્યો હતો. જ્યારે રોષે ભરાયેલા ટોળાએ આગ ચંપી તથા બસો પર પથ્થરમારો કર્યો હતો.

આસારામ બાપૂના આશ્રમના બે બાળકનોની થયેલી ભેદી હત્યાના મામલે શહેરીજનોએ આજે તેમના આશ્રમ જઈ ભારે વિરોધ કર્યો હતો. જ્યાં બાપૂના અનૂયાયીઓએ મીડિયાના કાર્મચારીઓ પર ડંડાવાળી કરી હતી. જેને પગલે બાપૂના વિરોધીઓ અને તેમના પક્ષકારો આમનેસામને આવી જતાં પરિસ્થિતિ વધારે વણસી હતી.

રોષે ભરાયેલ ટોળાએ આવેગમાં અવી બે ગાડીઓને આગ ચાંપી હતી તથા બસો પર પત્થરમારો કરી કાચ તોડી નાખ્યાં હતાં. સ્થિતિ વધારે બગડતા પોલિસને બે રાઉન્ડ ગોળીબાર કરવો પડ્યો હતો. શહેરના અખબારનગર તથા શુભાષબ્રિજ જેવા વિસ્તારોને પોલિસે ફરજિયાત બંધ કરાવી દીધા છે.
ઘણું બધુ
આસારામનાં સમર્થકોને રીક્ષામાં નો એન્ટ્રી!
આસારામે મૃતકનાં વાલીની મુલાકાત લીધી
ટીવી ચેનલના પ્રત્રકાર પર હુમલો
અમદાવાદ બંધ, લોકોનો આશ્રમને ધેરો
આસારામ સામે જનાક્રોશ, કાલે અમદાવાદ બંધ
પી.જી.મેડિકલમાં પણ લેવાશે એન્ટ્રેન્સ ટેસ્ટ