ધર્મગુરૂ આસારામ બાપુના આશ્રમમાં બે બાળકોનાં મૃત્યું થવાના વિરોધમાં રહેવાસીઓની કોંગ્રેસી સમર્થિત હડતાલ હિંસક બની હતી અને ધર્મગુરૂના સમર્થકોએ પત્રકારો પર હુમલો કર્યો હતો.
બાળકોના મોતને 18 દિવસ બાદ પણ પોલીસની ધીમી તપાસને લીધે આક્રોશમાં આવી જઈને લોકોએ પોલીસના વાહનોને આગચાંપી કરી હતી.
આ સમયે આસારામ બાપુના સમર્થકોએ પત્રકારો સાથે મારપીટ કરી હતી અને તેમના ઉપકરણોને પણ નુકશાન પહોચાડ્યું હતું જ્યારે તેઓ સમર્થકો અને રહેવાસીઓની વચ્ચે થયેલી અથડામણનું કવરેજ કરી રહ્યાં હતાં.
આજ તકના એક પત્રકાર ગોપી ઘાંગરે કહ્યું કે આશારામ બાપુના સમર્થકો ડંડાની સાથે બહાર આવી ગયાં હતાં અને મીડિયાના કર્મચારીઓની સાથે મારઝુડ કરી હતી. આ હુમલાની અંદર હુ પણ ઘાયલ થયો હતો.
વધુમાં તેમણે ઓબી ચેનલ અને ઉપકરણોને પણ નુકશાન પહોચાડ્યું હતું છતાં પણ પોલીસે હજુ સુધી તેમની વિરુદ્ધ કોઈ જ ફરિયાદ દાખલ કરી નથી.
|