મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
20મી એ રેલી અને 21મી એ ગુજરાત બંધ  Search similar articles
ભાષા

શુક્રવારે અમદાવાદ બંધને મળેલા સ્વંયભુ પ્રતિસાદ બાદ મૃત વિદ્યાર્થીઓનાં હત્યારાઓને પકડવા લોકોએ પોતાની માંગ બુલંદ કરી છે. અને, આ કેસ આરૂષિ તલવાર કેસની જેમ સીબીઆઈને સોંપવાની માંગણી કરી છે. આ માટે શનિવારે સાબરમતીથી ગાંધી આશ્રમ એક રેલી નીકાળવામાં આવશે. અને, જો સરકાર આ કેસની તપાસ સીબીઆઈને નહીં સોંપે તો 21જુલાઈએ ગુજરાત બંધનું એલાન આપવામાં આવશે.

આસારામ આશ્રમની ગુરૂકુળમાં ભણતાં બે પિતરાઈ ભાઈઓ દિપેશ અને અભિષેકનાં મૃત્યુ પાછળનું રહસ્ય સતત ઘેરાઈ રહ્યું છે. પોલીસની ધીમી તપાસ લોકોને આંદોલન કરવા મજબુર કરે છે. તો શુક્રવારે આસારામ આશ્રમમાંથી સાધુ વેશ નીકળેલા ગુંડાઓએ શહેરભરમાં આંતક ફેલાવ્યો હતો. પત્રકારોને માર મારીને લોકશાહીનાં ચોથા સ્તંભને પોતાના કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. તો પોતાનાં ઘરમાં બેઠેલા લોકોને બહાર નીકાળીને માર માર્યો હતો. પુરા દિવસભર ચાલેલા આંતકમાં 40થી 50 વાહનોને નુકસાન પહોચ્યું હતું. અને સેકડો લોકો ઘાયલ થયા હતા.

આસારામ બાપુનાં સાધકોએ કરેલા ગેરવર્તનને કારણે લોકોનો કાનુન વ્યવસ્થા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. મૃતકનાં વાલીએ આ કેસની તપાસ સીબીઆઈને સોંપવા માંગ કરીછે. તેઓ આ માંગ સાથે ઉપવાસ પર બેઠા છે. તેમને શંકા છે કે આશ્રમ ચાલતી તાંત્રિક વિધિએ તેમના સંતાનનો ભોગ લીધો છે. પોતાની માંગ સરકાર પુરી કરે તે માટે રવિવારે 20 જુલાઈએ સાબરમતી આશ્રમથી ગાંધી આશ્રમ સુધી એક રેલી નીકાળવામાં આવશે. અને, જો સીબીઆઈને તપાસ સોંપવાની માંગ સરકાર માનશે, નહીં તો 21 જુલાઈએ ગુજરાત બંધનું એલાન આપવામાં આવશે. તેવી વાલીઓએ જાહેરાત કરી છે.
ઘણું બધુ
બંધ દરમિયાન પત્રકારો પર હુમલો
આસારામ બાપુની શાંતિ અપીલ
અમદાવાદમાં પોલિસનો બે રાઉન્ડ ગોળીબાર
આસારામનાં સમર્થકોને રીક્ષામાં નો એન્ટ્રી!
આસારામે મૃતકનાં વાલીની મુલાકાત લીધી
ટીવી ચેનલના પ્રત્રકાર પર હુમલો