શુક્રવારે આસારામ બાપુનાં સમર્થકો દ્વારા પત્રકારો પર થયેલા હુમલાંનાં આજે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. બધાં જ રાજકીય પક્ષોએ મીડિયા પરનાં હુમલાને વખોડી કાઢ્યો હતો. તેમજ હુમલાનાં વિરોધમાં આજે રાજ્ય સરકારે તપાસનો આદેશ કર્યો છે.
શુક્રવારે આસારામનાં સમર્થકો દ્રારા મીડિયાનાં લોકોને જોઈને ભડક્યા હતા. અને, તેમની લાકડી અને ઘાતક હથિયારો વડે તુટી પડ્યા હતા. આ લોકોએ પત્રકારોને માર માર્યો હતો અને, તેમની પાસે રહેલો સામાન પણ તોડી નાંખ્યો હતો. તથા, તેમની પાસેનાં મોબાઈલ, પૈસા પણ લુંટી લીધા હતાં.
આ ઘટનાનાં વિરોધમાં આજે અમદાવાદમાં પત્રકારોએ એક રેલી નીકાળી હતી. જેમાં ગોપી ધાંધલ, પાર્થ શાસ્ત્રી, કુલદીપસિંઘ ક્લેર, વિશાલ મહેતા અને સહિત બધા પત્રકારો સાથે આસારામનાં સમર્થકો દ્વારા થયેલા દુવ્યવહાર અંગે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેમની માંગને મંજુર રાખતાં મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તપાસનો આદેશ આપ્યો છે.
|