ગુજરાતમાં વિજળીની અછત હોવાના કારણે ઔદ્યોગિક એકમોના વિજ પ્રવાહમાં કાપ મૂકવો પડે છે. શહેરમાં વિજની સમતુલા જળવાઈ રહે એ માટે વિજ દબાણ વાળા એકમોમાં બે દિવસનો વિજકાપ મૂકવામાં આવ્યો છે.
પરિણામે અત્યાર સુધી જે એકમો સોમવારે વિજકાપ લદાતો હતો તેમણે હવે મંગળવારે પણ વિજકાપ માટે પોતાના એકમો બંદ રાખવા પડશે.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડે જાહેર કર્યું છે કે વિજનિયંત્રણની આ વ્યવસ્થા 21 જુલાઈથી અમલમાં આવી જ્શે. તથા આ વ્યવસ્થાનો ભંગ કરનાર એકમ સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે.
|