હીરાબજારમાં મજૂરીનું ધારા ધોરણ નક્કી કરવા માટે શુક્રવારે સુરત ડાયમંડ એસોસિયેશન ખાતે એક બેઠક મળી હતી.
જેમાં કોઈ નિરાકરણ ન આવતા કારખાનેદારોએ શનિવારે ફરી મહિધરપૂરા તથા મિની હિરાબજાર બંધ કરાવ્યા હતાં.
હીરા બજારમાં કેટલીક ઓફીસો ચાલુ હતી પરંતુ હીરા બજાર બંધ કરાવતા તેને પણ બંધ કરવાની ફરજ પડી હતી.
આ નિરાકરણ માટે સોમવારે ફરી એક બેઠક મળવાની છે. હીરાના વેપારીઓ સાથેની મળનાર બેઠક બાદ કારખાનેદારો પોતાની રણનીતિ નક્કી કરશે.
આ પહેલાં પણ હીરાઘસુઓએ વેતન વધારાના મુદ્દે આંદોલન કરી હીરા બજાર બંધ રાખ્યા હતાં તેમજ માલિકોનાં રહેઠાણ સ્થળે પત્થરમારો કરી તેમની માલમિલકતને નુકશાન પહોચાડ્યું હતું. આ ધમાલમાં પોલિસ સાથેના ઘર્ષણમાં બે હીરાઘસુઓના મોત થયા હતાં.
|