અમદાવાદમાં બ્લાસ્ટ બાદ લોકોમાં અફવા અને દહેશતનો માહોલ છવાઈ ગયો છે. અધિકારીઓનાં જણાવ્યાનુસાર 16 બ્લાસ્ટ થયા છે.
હાટકેશ્વર સર્કલ નજીક ત્રણ બ્લાસ્ટ થયા હોવાની વાત પણ ફરી રહી છે.તો હજી પણ શહેરમાં ક્યાંક સાયકલ કે ટીફીન બોમ્બ હોવાની આશંકા છે. લોકો પોતાના ઘરે પહોચવા માટે ઉતાવળ કરી રહ્યા છે. તેને કારણે રસ્તામાં ટ્રાફીક જામની પરિસ્થિતિ છે.
તો તંત્રને ડર છે કે બ્લાસ્ટ બાદ શહેરની શાંતિ બગડી ન જાય. તો શહેરમાં તમામ વિસ્તારોમાં પોલીસ અને એસઆરપીનાં જવાનોને ફરજ સોંપવામાં આવ્યા છે.
આ સાથે રાજ્યનાં અન્ય શહેરો વડોદરા, રાજકોટ અને સુરતમાં હાઈએલર્ટ કરી દેવામાં આવ્યો છે. ગાંધીનગરના પ્રસિધ્ધ અક્ષરધામની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. તો અંબાજી, દ્વારકા અને સોમનાથમાં પણ પોલીસે ચેકીંગ હાથ ધર્યુ છે.
|