શ્રેણીબદ્ધ વિસ્ફોટોને ધ્યાનમાં રાખતા ભાજપની ગુજરાત એકમે ગઈકાલે સમગ્ર રાજ્યમાં આયોજીત થનારી બેઠકોને રદ્દ કરી હતી. લોકસભામાં 22 જુલાઈએ વિશ્વાસ મત દરમિયાન વોટના બદલે નોટનાં કૌભાંડને મુદ્દે પક્ષનાં કેન્દ્રીય નેતૃત્વએ રવિવારે સમગ્ર દેશમાં એક સામાન્ય સભા આયોજીત કરવાનો નિર્ણય કર્યો હતો.
પક્ષનાં સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ પ્રકારની પરિસ્થિતિને જોતા બેઠક આયોજીત કરવાની સલાહ આપી ન શકાય. ભાજપનાં મહાસચિવ ગોપિનાથ મુંડે ગઈકાલે સાંજે વડોદરામાં એક બેઠકને સંબોધિત કરવાના હતા પરંતુ તેઓ આવ્યા ન હતાં.
અમદાવાદમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોનાં માર્યા ગયા વિરૂદ્ધ સરદાર પટેલ જૂથનાં વિદ્યાર્થીઓએ સયાજીગંજ વિસ્તારમાં આતંકનાં પુતળાનું દહન કર્યું હતું.
પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા ગુજરાતનાં પાલનપુર જીલ્લાથી સમાચાર મળ્યા છે કે આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોની આત્માની શાંતિ માટે મોટી સંખ્યામાં લોકોએ રામધુનનું આયોજન કર્યું હતું.
|