મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઈસ્લામિક સંગઠનોએ વિસ્ફોટોને વખોડ્યા  Search similar articles

ઘણા મુસ્લિમ સંગઠનોએ બેંગલૂર અને અમદાવાદનાં શ્રેણીબદ્ધ ધડાકાઓની નિંદા કરતાં દોષીતો વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગણી કરી છે.

જમિયત ઉલેમા એ હિંદનાં મહાસચિવ ફુજૈલ અહમદ કાસમીએ જણાવ્યું હતું કે, આતંકવાદી ભારતમાં જે કાળા કામ કરી રહ્યાં છે તેને જોઈને અમે સ્તબ્ધ છીએ. અમે કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે દોષીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરીએ છીએ.

એક અન્ય સંગઠન જમિયત ઉલેમા એ હિંદે પણ વિસ્ફોટોની નિંદા કરી છે. તેનાં મહાસચિવ નુસરત અલીએ શ્રેણીબદ્ધ ધડાકાઓને માનવતાહીન વિરૂદ્ધ જઘન્ય ગુન્હો ગણાવતા તેનાં ઉચ્ચ સ્તરીય સમયબદ્ધ અને નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. દરમિયાન અન્ય સંગઠનોએ દિલ્હીમાં જંતર મંતર પર મીણબત્તીઓ સળગાવી મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાજલી આપી હતી.
ઘણું બધુ
વિસ્ફોટોને લીધે ભાજપની સભા રદ્દ
સુરતમાં બોંબ બનાવવાનો સામાન ઝડપાયો
સિવિલ હોસ્પિટલમાં 40થી વધુ ઘાયલો
સહયોગ આપવા મુખ્યમંત્રીની અપીલ
ન્યાય આપવા હુ કટિબદ્ધ છું: નરેન્દ્ર મોદી
બે હોસ્પિટલમાં ત્રણ ધડાકા