મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બોમ્બ ધમાકામાં હલીમને રિમાન્ડ  Search similar articles
વેબ દુનિયા

અમદાવાદ બ્લાસ્ટની તપાસ કરી રહેલા ક્રાઈમ બ્રાંચ અને એટીએસને બ્લાસ્ટ પાછળ સીમીનો હાથ હોવાની શંકા છે. ક્રાઈમ બ્રાંચે ગઈકાલે સીમીનાં કાર્યકર્તા અબ્દુલ હલીમની ધરપકડ કરી હતી. તેને કોર્ટમાં રજુ કરાતાં 14 દિવસના રિમાન્ડ અપાયાનું જાણવા મળ્યું છે.

હલીમ ગોધરા કાંડ બાદ રાહત કેમ્પમાં રહેતાં યુવાનોને આતંકવાદની ટ્રેનીંગ આપવા માટે ઉત્તરપ્રદેશ મોકલતો હતો. ત્યાંથી તેમને સરહદ પાર મોકલવામાં આવતાં હતાં.

ઈન્ડીયન મુઝાહીદ્દીન કે જેણે બ્લાસ્ટની જવાબદારી લીધી છે તે સંગઠન પણ સીમી અને લશ્કરે તોયબા દ્વારા બનાવવામાં આવ્યું છે. જેમાં સીમીનાં કાર્યકર્તાઓ મોટાભાગે કામ કરતાં હોય છે.

જો કે ક્રાઈમબ્રાંચે દાણીલીમડા વિસ્તારમાંથી અબ્દુલ હલીમની ધરપકડ કરી હતી. પોલીસ છેલ્લાં કેટલાંક સમયથી હલીમની શોધ કરી રહી હતી. આ સાથે પોલીસે 20 જેટલાં લોકોની પણ અટકાયત કરી છે.
ઘણું બધુ
અમદાવાદમાં આરડીએક્સનો ધમાકો ન હતો
અમદાવાદમાં મુશળધાર વરસાદ
કામ પુરા કરના હૈ....આંતકી
ઈસ્લામિક સંગઠનોએ વિસ્ફોટોને વખોડ્યા
વિસ્ફોટોને લીધે ભાજપની સભા રદ્દ
સુરતમાં બોંબ બનાવવાનો સામાન ઝડપાયો