પ્રશિક્ષણ ઉડાણ પર નીકળેલા એક મિગ-29 ફાયટર પ્લેન આજે જામનગર નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જો કે તેમાં પાયલોટનો બચાવ થયો હતો.
ઈન્ડીયન એરફોર્સનાં વીંગ કમાંડર મહેશ ઉપાસનીએ જણાવ્યું હતું કે મિગ-29 વિમાન તેની પ્રશિક્ષણ ઉડાણ પર હતું. જ્યારે પાયલોટ વિમાન પરનું નિયંત્રણ ખોઈ દીધું હતું. અને, વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જો કે પાયલટ ફલાઈટ લેફ્ટનેન્ટ ધીર સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતાં.
આ વર્ષે એરફોર્સનાં વિમાન દુર્ઘટના થવાની આ છઠ્ઠી ઘટના છે. જેમાં એક મિગ-27, બે મિગ-21, એક હોક એડવાંન્સ જેટ ટ્રેનર અને એક કિરણ ટ્રેનરનો સમાવેશ થાય છે. જેમાં એક પાયલોટ પણ મૃત્યુ પામ્યો હતો. ગુજરાતમાં ફેબ્રુઆરીમાં મિગ-21 વિમાન દુર્ઘટના થઈ ગયું હતું.
|