એક સમયનાં પૂર્વનાં માન્ચેસ્ટર તરીકે ઓળખાતાં અમદાવાદની 50 થી વધુ બંધ મીલોનાં લાખો કામદારોનાં ગ્રેજ્યુઈટીનાં રૂ.1 હજાર કરોડથી વધુ નાણાં છેલ્લાં 20 થી 25 વર્ષથી ફસાયા છે. બંધ મીલોની જમીનોનાં કરોડો રૂપિયા મજૂરોને આપવા માટે ગુજરાત સરકાર અને મજૂર ખાતાની ઉદાસીનતાને કારણે સફળતા મળતી નથી.
મિલોનાં સ્ક્રેપમાં કરોડોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. તેની કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તપાસ કરવાની કેન્દ્રીય કાપડમંત્રી શંકરસિંહ વાઘેલા, મંત્રી ઓસ્કાર ફર્નાન્ડીઝને પત્ર લખીને કોંગ્રેસ મહામંત્રી ગીરીશ પરમારે માંગ કરી છે.
આ અંગે પરમારે જણાવ્યું હતું કે ગુજરાત અમદાવાદની બંધ મીલોની જમીનો અને મીલની મશીનરી, ભંગાર આ બધાની જે આકારણી રીપોર્ટ તૈયાર કરવામાં આવે છે, તેમાં સ્ક્રેપનાં વેચાણમાં ભ્રષ્ટાચાર ચોરીઓ થાય છે. પોલીસ કેસ થઈ રહ્યાં છે, તેમ છતાં ગમે તે કારણોસર તેમાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. કેલીકો મીલમાંથી તેની સંલગ્ન કંપની એલંકામાંથી કરોડોનો માલ ચોરાઈ જવા છતાં, કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી.
લીક્વીડેટર દ્વારા મુકવામાં આવેલી સિક્યોરિટી માલની સિક્યોરિટી જ ન રાખે અને, પોતે જ ભ્રષ્ટાચારમાં સામેલ થાય છે. તેના વિરૂધ્ધ કોઈ પગલાં ભરાતાં નથી. ભારત સૂર્યોદય મીલનાં પી.કે.શાહે 2.80 કરોડનો માલ ચોરાઈ ગયો છે, તેવી ફરિયાદ છતાં કોઈ તપાસ થઈ નથી..
|