મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > કેન્દ્ર ગુજરાતને મદદ કરતું નથી-મોદી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કેન્દ્ર ગુજરાતને મદદ કરતું નથી-મોદી Search similar articles
ગુજકોકનો કાયદો વર્ષોથી પસાર કરાતો નથી
વેબ દુનિયા

રાજ્યનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સમક્ષ આતંકવાદ વિરોધી ગુજકોકનો કાયદાને મંજુર કરવાની માંગ કરી છે. તેમણે અપીલ કરી છે ગુજકોકનાં કાયદાને વડાપ્રધાન મંજુરી આપે તે માટે ગુજરાતની જનશક્તિનો પ્રભાવ ઉભો કરવા પ્રત્યેક નાગરિકે ગુજકોકને મંજુરી માટે વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખવા અભિયાન શરૂ કરે.

મધ્ય ગુજરાતનાં ઘોઘંબામાં સ્વર્ણિમ ગુજરાત સંકલ્પ જ્યોતિ રથ 80 શહેરોમાં જન-જનમાં ગુજરાત ભક્તિનો સંદેશ ફેલાવીને આવી પહોંચ્યો હતો, જેનું સ્વાગત કરવા અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટ્યો હતો. મુખ્યમંત્રી રાજ્યનાં વિકાસમાં પોતાનું યોગદાન આપવા નાગરિકોને સંકલ્પ લેવડાવ્યો હતો.

મોદીએ જણાવ્યું હતું કે આતંકવાદ માનવતાનો દુશ્મન છે.અને,પ્રત્યેક દેશવાસીનું કર્તવ્ય છે કે દેશવિરોધી તત્ત્વોને શોધીને બહાર કાઢી મુકે. જનતાએ પણ પોલીસની જેમ ચારેબાજુ ધ્યાન રાખવું પડશે, તેવું આહ્વાન કર્યુ હતું. ગુજરાત પોલીસે સાતમા પાતાળમાંથી આતંકવાદીઓને પકડીને દેશનાં આતંકવાદી હુમલાખોરોને જબ્બે કર્યા છે. તેથી કેન્દ્ર ગુજરાતનાં આતંકવાદ વિરોધી કાયદા ગુજકોકને ઝડપથી મંજુર કરવો જોઈએ.
ઘણું બધુ
મિલમજદૂરોને કરોડો રૂપિયા આપવાના બાકી
બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ કુરૈશી મુંબઈમાં..  
ભૂજમાં બોમ્બસેલનાં બ્લાસ્ટથી એકનું મોત
જામનગર નજીક મિગ-29 દુર્ઘટનાગ્રસ્ત
રાજ્યમાં આઈટીનાં દરોડા
દાહોદમાં માર્ગ અકસ્માતમાં સાત લોકોનાં મોત