આવકવેરા વિભાગે ગુજરાત અંબુજા એક્સપોર્ટ તેમજ તેને સંલગ્ન કંપનીઓ ઉપરાંત ગુજરાત હાઉસીંગ,બાલાજી કન્સ્ટ્રકશન મળી કુલ 44 સ્થળોએ દરોડા પાડતાં ભારે ખળભળાટ મચી ગયો છે. આવકવેરા વિભાગે અંબુજા એક્સોપોર્ટ કંપનીને મુખ્ય ટાર્ગેટ બનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મહત્ત્વપૂર્ણ છે કે આવકવેરા વિભાગે તાજેતરમાં ડોક્ટરોને ત્યાં રેડ પાડીને લાખોની બેનામી સંપત્તિ જપ્ત કરી હતી. જેમાં શહેરનાં નામાંકિત ડોક્ટરોનો સમાવેશ થાય છે. તો ડોક્ટરોનાં બેન્ક એકાઉન્ટ સીલ કરવામાં આવ્યા હતાં.
આજે પણ આઈટી વિભાગે સપાટો બોલાવ્યો હતો. જેમાં અંબુજા એક્સપોર્ટ અને તેને સંલગ્ન કંપનીઓને મુખ્ય ટાર્ગેટ બનાવી છે. અંબુજાનાં જામનગર, ભૂજ,હારીજ, મહેસાણા, કલોલ, હિંમતનગર વગેરે યુનિટો પર દરોડા પાડ્યા હતાં. આવકવેરા વિભાગે બિલ્ડરો અને જમીનદલાલોને નિશાના પર લીધા છે. આજની કાર્યવાહીમાં જામનગર અને ભૂજમાં એડફેબ્રીક્સ અને અંબુજા એક્સપોર્ટ્સ , તિરૂપતિ કોટન, હારીજનાં જગદંબા ટાર્ગેટ, ગુજરાત અંબુજા પ્રોટીન, ગુજરાત અંબુજા એગ્રોપ્રોસેસીંગ પર દરોડા પાડ્યા છે.
આ સાથે ગુજરાત અંબુજા કંપનીનાં માલિક વિજય ગુપ્તાનાં મકાન, સગાસંબંધીઓનાં મકાન અને યુનિટો ઉપર તપાસ હાથ ધરી છે. આ તપાસમાં 50 કરોડની કરચોરી પકડાવાની શક્યતા છે.
|