મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > આપઘાત કેમ કરી લેતા નથી !
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આપઘાત કેમ કરી લેતા નથી ! Search similar articles
વેબ દુનિયા
નોકરીના કરી શકતા હોય તો શુ અહેસાન કરવા આવો છો? તમે આપઘાત કેમ કરી લેતા નથી ? જેવા બેફામ શબ્દો રેલવે પોસ્ટ ખાતાના હેડશોર્ટરે તેના જુનિયરને સંભાળવતાં જુનિયર બેફામ થઇ ઢળી પડ્યો હતો. હદ તો ત્યારે થઇ કે બેભાન થયેલા કર્મચારી માટે એમ્બ્યુલન્સ બોલાવવાની ના પાડવામાં આવી. જોકે સારવાર માટે લઇ ગયા બાદ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મળેલી વિગતો મુજબ વિજયમીલ નરોડા ખાતે રહેતા મુલચંદ આર. કાત્યવર કાલુપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં-12 પર આવેલા રેલવે પોસ્ટ ખાતામાં સોર્ટીંગ આસીસટન્ટ તરીકે નોકરી કરે છે. તેઓ ઓફિસનું તમામ કામ બરાબર કરતા હોવા છતાં ઇન્ચાર્જ હેડ શોર્ટર કે.બી.દેસાઇ અવારનવાર રોફ જમાવતા હતા.

ગત શનિવારે મુલચંદભાઇ ઓફિસમાં પોતાનું કામ નિત્યક્રમ મુજબ કરી રહ્યા હતા ત્યારે શોર્ટીંગ આસીટન્ટ દેસાઇએ તેમની પાસે આવી તમે બરાબર કામ કરતી નથી એ મુદ્દે ધમકાવી રીટાયરમેન્ટ બગાડી દઇશ એવી ધમકી આપી.

નોકરી કરી શકતા ના હોવ તો આપઘાત કેમ કરી લેતા નથી એવા બેફામ શબ્દો બોલતાં મુલચંદભાઇ બેભાન થઇ ગયા હતા. આટલું ઓછુ હોય તેમ બેભન થઇ ગયેલા મુલસચંદભાઇની સારવાર માટે અમ્બ્યુલન્સ બોલાવવાની પણ ના પાડી દીધી હતી. જોકે બાદમાં તેમને યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.
ઘણું બધુ
અંબુજા ગ્રુપ આઈટીનાં નિશાના પર
કેન્દ્ર ગુજરાતને મદદ કરતું નથી-મોદી
મિલમજદૂરોને કરોડો રૂપિયા આપવાના બાકી
બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ કુરૈશી મુંબઈમાં..  
ભૂજમાં બોમ્બસેલનાં બ્લાસ્ટથી એકનું મોત
જામનગર નજીક મિગ-29 દુર્ઘટનાગ્રસ્ત