મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > અમદાવાદમાં ગણપતિ બાપ્પા મોરીયા...
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અમદાવાદમાં ગણપતિ બાપ્પા મોરીયા... Search similar articles
10 દિવસ સુધી ઉત્સવનું વાતાવરણ
વેબ દુનિયા

મુંબઈ,ઈન્દોર, અમદાવાદ સહિત સમગ્ર દેશભરમાં 10 દિવસ સુધી ચાલનારા ગણેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે. બુધવારે નાગરિકો અને સામાજિક મંડળો દ્વારા ધુમધામથી ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું હતું.

મુંબઈમાં ગણેશોત્સવની પરંપરાગત ઉજવણી...
PRP.R
વિધ્નહર્તા ગણેશની પ્રતિમાની સ્થાપનાની સાથે મુંબઈનાં આકાશમાં ગણપતિ બપ્પા મોરીયા, મંગલમૂર્તિ મોરીયાનાં ઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

ગણેશની ભીમકાય પ્રતિમાને મંગળવારે આખરીરૂપ આપી દઈ, તેને મંડપમાં લાવવામાં આવ્યું હતું. અને ભક્તોએ પોતાનાં ઘરોમાં પવિત્ર સ્થાનો પર ગજરાજની મૂર્તિનું સ્થાપન કર્યું હતું. તેમજ ભગવાનને પ્રિય એવો મોદકનો પ્રસાદ ધરાવ્યો હતો.

સમાજનાં દરેક વર્ગોને એકબીજા સાથે જોડવાના ઉદ્દેશ્યથી લોકમાન્ય તિલકે સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન સાર્વજનિક ઉત્સવનાં રૂપમાં ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી.ધીરે ધીરે આ ઉજવણી સમગ્ર દેશમાં પ્રસરી હતી.મુંબઈમાં સૌથી પ્રસિધ્ધ ગણેશ મંડળ લાલબાગના રાજા છે. આ વર્ષે તે પોતાની પ્લેટીનિયમ જ્યુબિલી મનાવી રહી છે. તો મુંબઈ કિંગ સર્કલમાં જીએસબી સેવા મંડળનાં ગણેશ ભગવાન મહાનગરમાં સૌથી પૈસાદાર માનવામાં આવે છે. તેને આઠ કરોડની કિંમતનાં 44 કિલો સોનાનાં આભૂષણ અને 140 કિલો ચાંદીથી બનાવવામાં આવ્યું છે.

આ મંડળ છેલ્લા 54 વર્ષોથી ગણેશોત્સવ આયોજન કરતું આવે છે. ગણેશ ભગવાનનાં મંચ સુધી પહોચાડવા માટે 500 ફુટ લાંબો અને પાંચ ફુટ પહોળો રસ્તો બનાવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મોટા મોટા રાજકીય નેતાઓથી માંડીને ફિલ્મ અભિનેતાઓ પોતાની રીતે ગણેશોત્સવનું આયોજન કરે છે. તો ચેમ્બુર સ્થિત રાજકપૂર સ્ટુડિયોનાં ગણેશોત્સવ સૌથી વધુ પ્રખ્યાત છે.

અમદાવાદમાં ગણપતિ બાપ્પા મોરીયા...
W.DW.D
તો ઉત્સવપ્રિય અમદાવાદીઓની વાત જ શું કરવી..શહેરમાં સવારથી જ ગણપતિની પ્રતિમાની પધરામણી માટે ઢોલ નગારાં સાથે આવી ગયા હતા. અને, નાચ-ગાન કરતાં કરતાં ગણપતિની પ્રતિમાનું સ્થાપન કર્યું હતું. અમદાવાદમાં ખાસ કરીને મણીનગર વિસ્તારમાં ગણેશોત્સવની ઉજવણીનો ખરો માહોલ જોવા મળે છે. આ વર્ષે યોજાયેલા સાર્વજનિક ગણેશોત્સવમાં વિવિધ આકાર અને વિષય પર આધારિત ગણેશની પ્રતિમાઓ જોવા મળે છે.

ઈન્દોરમાં પણ ગણેશોત્સવની ધુમ..

મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ઈન્દોરમાં પણ વિનાયક લોકોનાં ઘરે ઘરે વિરાજ્યા હતાં. વિવિધ મંડળો દ્વારા 10 દિવસીય ગણેશોત્સવની ધુમધામથી ઉજવણી શરૂ કરવામાં આવી હતી.

ઘણું બધુ
આપઘાત કેમ કરી લેતા નથી !
અંબુજા ગ્રુપ આઈટીનાં નિશાના પર
કેન્દ્ર ગુજરાતને મદદ કરતું નથી-મોદી
મિલમજદૂરોને કરોડો રૂપિયા આપવાના બાકી
બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ કુરૈશી મુંબઈમાં..  
ભૂજમાં બોમ્બસેલનાં બ્લાસ્ટથી એકનું મોત