મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > ગુજરાત સરકારને સુપ્રિમની નોટીસ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ગુજરાત સરકારને સુપ્રિમની નોટીસ Search similar articles
વેબ દુનિયા

સુપ્રિમ કોર્ટે ગુજરાતમાં વર્ષ 2002 થી 2007 સુધી થયેલા નકલી એન્કાઉન્ટર કેસમાં પોલીસની ભૂમિકાને લઈને ગુજરાત સરકારને નોટીસ ફટકારી છે.

અરજીકર્તા ગીતકાર જાવેદ અખ્તરને આ નકલી એન્કાઉન્ટરની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવા માટે અરજી કરી હતી. અરજીકર્તાનાં વકીલે ન્યાયમૂર્તિ તરૂણ ચેટર્જી અને ન્યાયમૂર્તિ આફતાબ આલમની બેન્ચ સમક્ષ કહ્યું કે ગુજરાતની નરેન્દ્ર મોદી સરકારે પાંચ વર્ષમાં 21 નકલી એન્કાઉન્ટર કર્યા છે.

અરજીકર્તાએ એન્કાઉન્ટરમાં સમીરખાનને ખોટી રીતે મારી નાંખ્યા અંગે તપાસ કરવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ખંડપીઠે શોહરાબુદ્દીન શેખ અને તેની પત્ની કૌસર બીનાં નકલી એન્કાઉન્ટરની તપાસ કરાવવાની અરજીની પણ સુનાવણી કરી રહ્યું છે.

આ કેસમાં ગુજરાત પોલીસનાં ઘણાં વરિષ્ઠ અધિકારીઓ જેલમાં છે. જેમાં ડીજી વણઝારા અને ડીએસપી પાંડીયનનો સમાવેશ થાય છે.
ઘણું બધુ
અમદાવાદમાં ગણપતિ બાપ્પા મોરીયા...
આપઘાત કેમ કરી લેતા નથી !
અંબુજા ગ્રુપ આઈટીનાં નિશાના પર
કેન્દ્ર ગુજરાતને મદદ કરતું નથી-મોદી
મિલમજદૂરોને કરોડો રૂપિયા આપવાના બાકી
બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ કુરૈશી મુંબઈમાં..